° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


૬૫ કિલો ચાંદીની માતાજીની ગરબી

22 October, 2012 09:48 AM IST |

૬૫ કિલો ચાંદીની માતાજીની ગરબી

૬૫ કિલો ચાંદીની માતાજીની ગરબીજૂના કલ્યાણના બજારપેઠમાં આવેલા ગાંધીચોકમાં ઊજવાતી નવરાત્રિને સોમું વર્ષ થવા આવ્યું એ નિમિત્તે પહેલા નોરતે એક શોભાયાત્રા કાઢી હતી, જે આખા કલ્યાણમાં ફેરવવામાં આવી હતી. શ્રી ગાંધીચોક નવરાત્ર મંડળ ૧૯૧૩થી લઈને આજ સુધી સંપૂર્ણ પરંપરાગત રીતે નવરાત્રિ ઊજવે છે. અહીં પુરુષો અને સ્ત્રીઓ અલગ-અલગ ગરબા રમે છે એટલું જ નહીં, ગરબા પણ ખુલ્લા પગે જ રમાય છે. ગરબા રમતી વખતે કોઈ બૂટ કે ચંપલ પહેરી નથી શકતું. ઉપરાંત અહીં ગરબા અને ગીતો સિવાય કશું ન ગવાય. છતાંય રોજ બે હજાર લોકો અહીં ગરબા રમે છે એવું મંડળના દિનેશભાઈ જોશીનું કહેવું છે. ગરબા રમતી બહેનોની સુરક્ષા જળવાઈ રહે એ માટે મંડળના દોઢસો-બસો વૉલન્ટિયર કડક પહેરો ભરે છે. ગુજરાતી ઉપરાંત મારવાડી ફૅમિલીની છોકરીઓ અને સ્ત્રીઓ અહીં નિર્ભય થઈને રમી શકે છે એવું દિનેશભાઈનું કહેવું છે.

આઠમના દિવસે નવચંડી હવન થાય.  શરદપૂનમના દિવસે જે ભંડારો થાય એનો પ્રસાદ લગભગ ૩૦૦૦ લોકો લે છે.

૭૫ વર્ષ પહેલાં અહીં સાત ફૂટ ઊંચી અને ૬૫ કિલો ચાંદીની ગરબી મંડળે બનાવી હતી, જે દર નવરાત્રિએ મંડપમાં પધરાવવામાં આવે છે. આ ગરબીમાં પોણાબે ફૂટની માતાજીની ચાંદીની મૂર્તિ છે. પછી આ ગરબી એક ચોક્કસ ફૅમિલીના ઘરે રાખવામાં આવે છે.

22 October, 2012 09:48 AM IST |

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવાની તૈયારી? 17 જૂને તેલ કંપનીઓ સાથે મુખ્ય બેઠક

Petrol Diesel Meeting: પેટ્રોલ-ડિઝલની બેલગામ કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી દીધી છે. તેલના આસમાને પહોંચેલા ભાવને કારમે દેશમાં મોંઘવારી દર પણ રેકૉર્ડ ઉંચાઇ પર છે.

15 June, 2021 06:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

આ વર્ષે પણ તમે નહીં જઈ શકો હજ, ભારતીય હજ સમિતિએ લીધો આ નિર્ણય

ભારતની હજ સમિતિએ હજ -2021 માટેની તમામ અરજીઓનો અસ્વીકાર કર્યો છે. આ અંગે મંગળવારે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

15 June, 2021 06:40 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ચિરાગ પાસવાનને લોજપાના પ્રમુખ પદ પરથી હટાવાયા, પાસવાને ધમાસાણ પર તોડ્યુ મૌન

બિહારમાં ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો મળ્યો છે. હકીકતમાં તેમને લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના વડા પદ પરથી પણ હટાવવામાં આવ્યા છે.

15 June, 2021 05:11 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK