° °

આજનું ઇ-પેપર
Wednesday, 23 June, 2021


ગૂગલનાં ગોટાળા દાટ વાળી રહ્યા છે, બાર ડાન્સર સર્ચનું આવું પરિણામ

24 April, 2020 11:47 PM IST | Mumbai | Chirantana Bhatt

ગૂગલનાં ગોટાળા દાટ વાળી રહ્યા છે, બાર ડાન્સર સર્ચનું આવું પરિણામ

સોનિયા ગાંધી યંગ હતાં ત્યારનાં ફોટોગ્રાફ અને કેટલાક મીમ્સ પણ સર્ચનાં પરિણામ તરીકે આવે છે. એક વાતની સ્પષ્ટતા કરી દઇએ કે સોનિયા ગાંધી કેમ્બ્રિજ યુકેમાં સાંઇઠના દાયકામાં એક રેસ્ટોરન્ટ/બારમાં વેઇટ્રેસ તરીકે કામ કરતા હતા

સોનિયા ગાંધી યંગ હતાં ત્યારનાં ફોટોગ્રાફ અને કેટલાક મીમ્સ પણ સર્ચનાં પરિણામ તરીકે આવે છે. એક વાતની સ્પષ્ટતા કરી દઇએ કે સોનિયા ગાંધી કેમ્બ્રિજ યુકેમાં સાંઇઠના દાયકામાં એક રેસ્ટોરન્ટ/બારમાં વેઇટ્રેસ તરીકે કામ કરતા હતા

ગૂગલે પોતાના અલગોરીધમનાં ગોટાળા સુધારવા બહુ અનિવાર્ય છે. આ ભૂલ ગૂગલમાં પહેલાં પણ થઇ છે અને ફરી એકવાર ગૂગલ સર્ચ એંન્જિને કરેલા ગોટાળામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનું નામ આવે છે જ્યારે કોઇ ઇટાલિયન બાર ડાન્સર કે બાર ગર્લ ઇન ઇન્ડિયા સર્ચ કરે. આ તદ્દન વાહિયાત કહેવાય અને તે પણ આટલા મોટા સર્ચ એન્જિન જાયન્ટ દ્વારા આવી ભૂલ થતી હોય તે તો ન જ ચલાવી લેવાય. વળી ઇમેજિઝમાં નબળી ક્વોલિટીની જૂની તસવીરો, સોનિયા ગાંધી યંગ હતાં ત્યારનાં ફોટોગ્રાફ અને કેટલાક મીમ્સ પણ સર્ચનાં પરિણામ તરીકે આવે છે. એક વાતની સ્પષ્ટતા કરી દઇએ કે સોનિયા ગાંધી કેમ્બ્રિજ યુકેમાં સાંઇઠના દાયકામાં એક રેસ્ટોરન્ટ/બારમાં વેઇટ્રેસ તરીકે કામ કરતા હતા, અને આવું કામ કરવું વિદેશમાં કોઇપણ યંગસ્ટર માટે બહુ જ સામાન્ય છે. રાજીવ ગાંધીને પણ તેઓ એ રેસ્ટોરન્ટમાં જ મળ્યા હતા અને લગ્ન બાદ તે ભારત સ્થાયી થયા હતાં.

ગૂગલની જૂની ભૂલો

ગૂગલે આવી ભૂલો પહેલાં પણ કરી જ છે. જેમ કે આ પહેલાં એક સમયે ગૂગલનાં સુંદર પિછાઇએ હાઉસ જ્યુડિશ્યરી કમિટી હિયરિંગમાં ચોખવટ કરવી પડી હતી કે શા માટે ‘ઇડિયટ’ સર્ચ કરવાથી ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો સર્ચનાં પરિણામમાં આવે છે.

Trumpઆ સવાલના જવાબમાં સુંદર પિછાઇએ બહુ જ શાંતિથી ચોખવટ કરી હતી કે, “જ્યારે પણ તમે કોઇ કી-વર્ડ ટાઇપ કરો ત્યારે ગૂગલ લાખો વેબપેજીઝ જે ગૂગલમાં સ્ટોર્ડ છે તેની સાથે તેને મેચ કરે છે અને તે પણ 200 સિગ્નલ્સ પર આધારીત હોય છે. આ કિ-વર્ડ શેની સાથે મેળ ખાય છે, કેટલો પ્રસ્તુત છે, ફ્રેશનેસ, તેની પૉપ્યુલારિટી, તેનો ઉપયોગ લોકો કેવી રીતે કરે છે વગેરેને આધારે સર્ચનાં પરિણામ આવે છે. આ આખી બાબત એવી રીતે કામ કરે છે જેમાં માણસનું કંઇ કામ જ નથી અને માત્ર આખી કોડિંગ, કમ્પ્યુટર વગેરેની સિસ્ટમ જ તેનું માધ્યમ છે.”

modi

ઇડિયટ તરીકે ટ્રમ્પનું નામ આવતું હતું તો એક સમયે નરેન્દ્ર મોદીની તસવીર ટોપ ટેન ક્રિમિનલ્સનાં સર્ચ રિઝલ્ટ તરીકે પણ ગૂગલમાં આવતી હતી. આ 2015ની વાત છે જ્યારે ભારે હોબાળો થયો હતો. આ અંગે ગૂગલે માફી પણ માગી હતી. જો કે એ લિસ્ટમાં અન્ય વર્લ્ડ લિડર્સ જેમ કે જ્યોર્જ બુશ અને લિબિયાના ગદ્દાફીનું નામ પણ આવતું.Rahul Gandhi

તો વળી એક સમયે “હુ ઇઝ પપ્પુ ઇન ઇન્ડિયા” અથવા તો “પપ્પુ ઑફ ઇન્ડિયા” સર્ચ એન્જિનમાં લખવાથી પરિણામમાં રાહુલ ગાંધી ટોપ રિઝલ્ટમાં આવતા હતા.

શું છે ગૂગલ બોમ્બિંગ?

આ ઘટનાને ગૂગલ બોમ્બિંગ કહેવામાં આવે છે. ગુગલનું પેજ રેન્ક અલ્ગોરિધમ જે બહુ આધુનિક કમ્પ્યુટર પ્રોગ્રામ છે તે આમ તો બહુ જ ચોકસાઇથી છુપાવાયેલો પ્રોગ્રામ છે તેમાં કોઇ ચાલાકીથી સળી કરે તો આ ગરપડ થઇ શકે છે. ગાર્ડિયનનાં એક રિપોર્ટ અનુસાર રેડિટનાં કેટલાક યુઝર્સે ટ્રમ્પ અને ઇડિયટ શબ્દ એકમાં જ હોય તેવી પોસ્ટ શોધી તેને સખત અપવોટ કરી અને આ પોસ્ટની આસપાસનાં ટ્રાફિકને કારણે આ અલગોરિધમ કિ વર્ડ ઇડિયટ સાથે ટ્રમ્પને સાંકળવા લાગ્યું. ગૂગલ અલ્ગોરિધમ પર કોઇ રાજકારણીય પૂર્વગ્રહનો ખેલ નથી ચાલતો કે કોઇ માણસ પણ તેની પર અસર નથી કરી શકતો પણ તેની સાથે આ રીતે ચેડાં કરનારા તો હીઇ જ શકે છે. મોટે ભાગે ગૂગલ અલ્ગોરિધમનાં પરિણામો પરફે્ક્ટ જ હોય છે. ગૂગલ બોમ્બિંગ કોઇ નવી વાત નથી અને તેનો પહેલો કિસ્સો      1999માં થયો હતો. આ સમયે માઇક્રોસોફ્ટને શેતાન સાથે સરખાવવામાં આવ્યું હતું. તો 2006માં મિઝરેબલ ફેલ્યોર તરીકે જ્યોર્જ બુશનું નામ ગૂગલમાં આવતું હતું.

24 April, 2020 11:47 PM IST | Mumbai | Chirantana Bhatt

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

આગામી ચૂંટણીની રણનીતિને લઈ શરદ પવાર સાથે પ્રશાંત કિશોરની ત્રીજી બેઠક

રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર સાથે ત્રીજી વાર બેઠક મળી હતી.

23 June, 2021 05:53 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ભાગેડુ માલ્યા, ચોકસી અને નીરવ મોદીની 9371 કરોડ સંપત્તિ સરકારી બેંકોમાં ટ્રાન્સફર

ભાગેડુ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદીની 9,371 કરોડ સંપત્તિને સરકારી બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

23 June, 2021 03:39 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

સાવધાન! દેશમાં ડેલ્ટા વેરિઅન્ટનો પગ પેસારો, ત્રીજી લહેરમાં મચાવી શકે છે કહેર

દેશમાં ડેલ્ટા વેરિઅન્ટનો પગ પેસારો થયો છે. આ ઘાતકી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ત્રીજી લહેરમાં મચાવી હાહાકાર મચાવી શકે છે.

23 June, 2021 02:23 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK