° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


Constitution Day 2022:PM મોદી SCમાં સંવિધાન દિવસ સમારોહમાં થશે સામેલ, કરશે આ કામ

25 November, 2022 08:12 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવનારી આ પહેલમાં વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લૉક, જસ્ટ આઇએસ મોબાઈલ એપ 2.0, ડિજિટલ કૉર્ટ અને એસ3ડબ્લ્યૂએએએસ વેબસાઈટ સામેલ છે.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર) Constitution Day 2022

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 26 નવેમ્બર (26 November) 2022ના રોજ સવારે 10 વાગ્યે સર્વોચ્ચ ન્યાયાલયમાં (Supreme Court) સંવિધાન દિવસ સમારોહમાં (Constitution Day 2022 Celebration) ભાગ લેવાના છે. વર્ષ 1949માં સંવિધાન સભા દ્વારા ભારતના સંવિધાનને સ્વીકાર્યા બાદ 2015થી આ દિવસને સંવિધાન દિવસ (Constitution Day) તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન (Prime Minister) ઈ કૉર્ટ પ્રૉજેક્ટ (E-Court Project) હેઠળ અનેક નવી શરૂઆતોનો શુભારંભ કરશે. આ પ્રૉજેક્ટ કૉર્ટની આઈસીટી સક્ષમતાના માધ્યમે, વકીલો અને ન્યાયપાલિકાને સેવાઓ આપવાનો એક પ્રયત્ન છે. વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવનારી આ પહેલમાં વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લૉક, જસ્ટ આઇએસ મોબાઈલ એપ 2.0, ડિજિટલ કૉર્ટ અને એસ3ડબ્લ્યૂએએએસ વેબસાઈટ સામેલ છે.

વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લૉક ન્યાયાલય સ્તરે ન્યાય વિતરણ પ્રણાલીના મહત્વપૂર્ણ આંકડાને પ્રદર્શિત કરવાની એક પહેલ છે, જેમાં દિવસ/અઠવાડિયા/મહિનાના આધારે ન્યાયલય સ્તરે દાખલ કેસ, ઉકેલવામાં આવેલા કેસ અને લંબાયેલા કેસનું વિવરણ આપવામાં આવ્યું છે. આ ન્યાયાલય દ્વારા ઉકેલવામાં આવેલા કેસની સ્થિતિ જનતા સાથે શૅર કરી ન્યાયાલયના કામકાજને જવાબદાર અને પારદર્શી બનાવવાનો એક પ્રયત્ન છે. સામાન્ય લોકો જિલ્લા ન્યાયાલયની વેબસાઈટ પર કોઈપણ ન્યાયાલય પ્રતિષ્ઠાનની વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લૉકનો ઉપયોગ કરી શકે છે.

જસ્ચ આઇએસ મોબાઈલ એપ 2.0 ન્યાયિક અધિકારીઓ માટે કૉર્ટ અને કેસના કારગર પ્રબંધન માટે એક ઉપકરણ ઉપલબ્ધ છે, જે માત્ર તમારી કૉર્ટ નહીં પણ તેમના હાથ નીચે કામ કરનાર વિભિન્ન ન્યાયાધીશો સામે લંબાયેલા કેસ અને તેમના ઉકેલ પર નિરીક્ષણ કરે છે. આ એપ ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો માટે પણ ઉપલબ્ધ કરાવાવમાં આવી છે હવે પોતાના અધિકાર ક્ષેત્ર હેઠળ બધા રાજ્યો અને જિલ્લાના લંબાયેલા કેસ અને તેમના ઉકેલનું નિરીક્ષણ કરી શકાશે.

આ પણ વાંચો : Constitution Day 2022: જાણો 26 નવેમ્બરે ભારતમાં કેમ ઉજવવામાં આવે છે આ દિવસ

ડિજિટલ કૉર્ટ, ન્યાયાલયોને કાગળ રહિત બનાવવાની દિશામાં ફેરફાર લાવવાના ઉદ્દેશથી ન્યાયાધીશને કૉર્ટના રેકૉર્ડ ડિજિટલ રીતે ઉપલબ્ધ કરાવવા સંબંધે એક શરૂઆત છે. એસ3ડબ્લ્યૂએએએસ વેબસાઈટ્સ, જિલ્લા સ્તરની ન્યાયપાલિકા સાથે સંબંધિત નિર્દેશિત માહિતી આને સેવાઓને પ્રકાશિત કરવા માટે વિભિન્ન વેબસાઈટ બનાવવા, કૉન્ફિગર કરવા, તૈનાત કરવા અને પ્રબંધિત કરવાનો એક ઢાંચો છે. એસ3ડબ્લ્યૂએએએસ એક ક્લાઉડ સેવા છે જેને સરકારી સંસ્થાઓ માટે સુરક્ષિત, માનપનીય અને સુગમ્ય વેબસાઈટ બનાવવા માટે વિકસિત કરવામાં આવી છે. આ બહુભાષી નાગરિકો તેમજ દિવ્યાંગો માટે અનુકૂળ છે.

25 November, 2022 08:12 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

બદલો...અપહરણ... હત્યા... મા-બાપના મોતનો બદલો લેવા રચી પોતાના મોતની સાજિશ

માતા-પિતાનો બદલો લેવા પોતાના જેવી દેખાતી યુવતીનુ અપહરણ કરી મોતને ઘાટ ઉતારી યુવતીએ

02 December, 2022 07:55 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બેદરકારી કે દુર્ઘટના: ટ્રેનમાં યાત્રીના ગળામાંથી આર-પાર થયો લોંખડનો સળિયો

પ્રયાગરાજ નજીક દાનવર-સોમના નજીક નિલાંચલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેઠેલા મુસાફરના ગળામાં અચાનક લોખંડનો સળિયો ઘુસી ગયો હતો.

02 December, 2022 07:25 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયામાં અટકાયત

ગોલ્ડી બ્રાર છેલ્લા ઘણા સમયથી કેનેડામાં બેસીને અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યો છે

02 December, 2022 11:08 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK