Mumbai News: મહેતાએ કહ્યું કે ઉત્તનના સ્થાનિક લોકો પણ આ કતલખાનાના બાંધકામનો વિરોધ કરી રહ્યા છે.
નરેન્દ્ર મહેતા અને ગીતા જૈન (ફાઇલ તસવીર)
મુંબમાં કતલખાના બંધ કરવવાને લઈને અનેક મોટા વિવાદો થયા છે અને તેમાંથી કેટલાક વિવાદો રાજકીય સ્તરે પણ પહોંચ્યા છે. તાજેતરમાં પણ એવો જ એક નવી વિવાદ વકરવાની શરૂઆત થઈ છે. મુંબઈના મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશ (Mumbai News) દ્વારા ઉત્તનમાં કતલખાનાના બાંધકામ માટે 40 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે. આ ટેન્ડરને વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ રદ કરવાની માગણી કરી છે. તેમણે કહ્યું કે જો 10 ઓક્ટોબર સુધીમાં કતલખાનાનું આ ટેન્ડર રદ કરવામાં નહીં આવે તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશન હેડક્વાર્ટરની બિલ્ડીંગ પરથી કૂદી પડશે. મહેતાએ કહ્યું કે ઉત્તનના સ્થાનિક લોકો પણ આ કતલખાનાના બાંધકામનો વિરોધ કરી રહ્યા છે.
કતલખાનાના બાંધકામ (Mumbai News) માટેનું ટેન્ડર ચોથી ઑક્ટોબરે બહાર પાડવામાં આવ્યું હતું અને 11 ઑક્ટોબરના રોજ બોલી લગાવવામાં આવવાની છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિશ્વસનીય સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કતલખાના માટે ભંડોળ મોકલવામાં આવ્યું છે. આ ફંડ લાવવામાં શહેરના એક ધારાસભ્યએ પણ વિશેષ યોગદાન આપ્યું છે. મહેતાએ કહ્યું કે, ધારાસભ્ય ગીતા જૈનના વિસ્તારમાં કતલખાનું બનાવવામાં આવી રહ્યું છે. તેમની સંમતિ વિના આ કતલખાનું બનાવવામાં આવી રહ્યું હોય તે કેવી રીતે બની શકે? એક તરફ જૈનો કતલખાનાનો વિરોધ કરે છે તો બીજી તરફ તેઓ તેના નિર્માણ માટે સંમત છે. ગીતા જૈનના ખાવાના અને બતાવવાના દાંત અલગ છે.
ADVERTISEMENT
પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાના આ વિરોધ સામે હાલના ધારાસભ્ય ગીતા જૈને (Mumbai News) પણ જવાબ આપ્યો હતો. ગીતા જૈને કહ્યું કે તેઓ હંમેશા કતલખાનાના વિરોધમાં રહ્યા છે. આ અંગે કમિશનરને મળવા જઈ રહ્યા છે. ટેક્નિકલ દૃષ્ટિકોણથી આ ટેન્ડર પણ ખોટું છે. મહેતા બધું જાણતા હોવા છતાં સ્ટંટ કરી રહ્યા છે. મહેતાની પ્રેસ કોન્ફરન્સ બાદ ગીતા જૈને કતલખાનાના વિરોધમાં કમિશનરને લખેલો પત્ર પણ બહાર પાડ્યો હતો. જેથી આ વિવાદ હવે કેટલો આગળ વધે તે તે જોવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની બકરી ઈદ (Mumbai News) નિમિત્તે નાલાસોપારામાં ત્રણ જગ્યાએ ૪૦૦ જેટલાં આયંબિલ તપ આજે કરવામાં આવ્યો હતો. જીવદયાપ્રેમી નીલેશ ખોખાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રી નાલાસોપારા જૈન મહાસંઘ દ્વારા બકરી ઈદને કરુણા દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસે નાલાસોપારામાં ત્રણ જગ્યાએ આયંબિલ તપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦૦થી વધુ શ્રાવકો-શ્રાવિકાઓ જોડાયા હતા. પશુઓની કતલ થાય છે ત્યારે એમનો આત્મા કકળી ઊઠે છે. આયંબિલ તપથી પશુઓના આત્માને શાંતિ મળે છે. બીજાં બે જૈન સ્થાનકોએ ત્રીજી વખત તો નાલાસોપારા-ઈસ્ટમાં આવેલા આત્મવલ્લભ જૈન સંઘમાં પહેલી વખત આયંબિલ તપનું આયોજન કરવામાં આવ્યું હતું.’