° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


માતા પર રેપ કરનાર યુવકને આજીવન કેદ

26 October, 2012 05:33 AM IST |

માતા પર રેપ કરનાર યુવકને આજીવન કેદ

માતા પર રેપ કરનાર યુવકને આજીવન કેદદિલ્હીની કોર્ટે ગઈ કાલે પોતાની જ માતા પર દારૂના નશામાં રેપ કરનાર યુવકને આજીવન કેદની સજા ફટકારી હતી. નંદકિશોર નામના આ યુવકે ગત મે મહિનામાં નશાની હાલતમાં પોતાની માતાના રૂમમાં ધસી આવ્યો હતો અને રેપ કર્યો હતો. એટલું જ નહીં બાદમાં તેણે આ વાત કોઈને કહી છે તો જાનથી મારવાની ધમકી આપી હતી. જોકે બાદમાં આ મહિલાએ તેને રૂમમાં પૂરીને પોલીસને જાણ કરી હતી. શૉકિંગ વાત એ છે કે નંદકિશોરે અગાઉ પોતાના પિતાની હત્યા કરી હતી. આ હત્યા બાદ જેલની સજા પૂરી કરીને તે ઘરે આવ્યો હતો અને બદલો લેવા માટે માતા પર રેપ કર્યો હતો.

દિલ્હીની કોર્ટે ગઈ કાલે સજાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે આરોપીએ માણસ અને પશુ વચ્ચેનો ભેદ ભૂંસી નાખતું અત્યંત હીન કૃત્ય આચર્યું છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ પ્રકારના ગુના બદલ આરોપીને સજા આપવામાં સહેજ પણ ઉદારતા રાખી શકાય એમ નથી. સુપ્રીમ કોર્ટે પણ જાતીય આરોપોમાં દોષીને કડક સજા આપવાનો નર્દિશ આપેલો છે. કોર્ટે નંદકિશોરના કૃત્યને અધમતાની પરાકાષ્ઠા ગણાવી હતી.

26 October, 2012 05:33 AM IST |

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

કોવૅક્સિન અને કોવિશીલ્ડ બંને રસી પાંચ જ મિનિટમાં અપાઈ

પટનામાં આ ગોટાળો : મહિલા ડૉક્ટરોની નિગરાની હેઠળ

20 June, 2021 10:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

રફાલ જેટ્સ ૨૦૨૨ સુધીમાં ઍરફોર્સમાં સામેલ થઈ જશે

કોરોના રોગચાળા સંબંધી કારણસર એકાદ-બે વિમાનોની ડિલિવરી સ‍હેજ મોડી પડી શકે અન્યથા એ ઇન્ડક્શન પ્લાન બરાબર પૂર્વયોજના અનુસાર પાર પડશે.

20 June, 2021 09:02 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કોરોના વાઇરસનાં ભારતમાં ૧૨૦થી વધુ મ્યુટેશન, ૮ સૌથી વધુ ખતરનાક

વેરિઅન્ટના શરૂઆતના રિપોર્ટનાં પરિણામ ખૂબ ચોંકાવનારાં છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ભારતમાં ડેલ્ટા સાથે કાપા વેરિઅન્ટ પણ છે.

20 June, 2021 08:07 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK