ભારતમાં ગયા વર્ષે કૂતરાં કરડવાથી ૨૮૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
લાઇફમસાલા
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં દર વર્ષે ૫૦,૦૦૦ લોકોનાં મૃત્યુ સાપ કરડવાથી થાય છે. ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય રાજીવ પ્રતાપ રુડીએ આ વિશે ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં દર વર્ષે અંદાજે ૪૦ લાખ જેટલા લોકોને સાપ કરડે છે અને એમાંથી ૫૦,૦૦૦ લોકોનાં મૃત્યુ થાય છે. સાપ કરડવાથી થતો મૃત્યુદર દુનિયામાં સૌથી વધુ ભારતમાં છે. ભારત માટે આ ચિંતાનો વિષય છે. એ માટે જરૂરી પગલાં લેવામાં આવે તો ઘણા લોકોના જીવ બચાવી શકાય છે. લોકોને જાગરૂક કરવાની સાથે તાત્કાલિક મેડિકલ ફૅસિલિટી મળી રહે એ પણ એટલું જ જરૂરી છે. મોટા ભાગે મજૂરીકામ કરતા લોકોને સાપ કરડવાના કિસ્સા વધુ બને છે. આથી કયા સાપ ઝેરી હોય છે અને કયા નથી હોતા એ માટે લોકોને જાગરૂક કરવા જરૂરી છે.
કૂતરો કરડતાં ગયા વર્ષે થયાં હતાં ૨૮૬ લોકોનાં મૃત્યુ
ADVERTISEMENT
ભારતમાં ગયા વર્ષે કૂતરાં કરડવાથી ૨૮૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં. મિનિસ્ટરી ઑફ હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેરના ડેટા પ્રમાણે ભારતમાં ગયા વર્ષે ૩૦,૪૩,૩૩૯ કેસ ડૉગી કરડવાના રિપોર્ટ થયા હતા. આ કેસમાં ૨૮૬ લોકોનાં મૃત્યુ થવાથી સરકાર હવે ડૉગીની વસ્તીને કન્ટ્રોલ કરવાની સાથે જ તેમને કારણે બીમારી ન ફેલાય એ માટે નવો પ્રોગ્રામ લૉન્ચ કરશે.