ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મઆરતી માટે હાઈ-ટેક પ્રવેશ-પ્રણાલી શરૂ કરવામાં આવી રહી છે અને તેથી બનાવટી પાસ દ્વારા એન્ટ્રી લેતા લોકોના પ્રવેશને રોકવામાં મંદિર પ્રશાસનને સફળતા મળશે.
ભસ્મઆરતીમાં આવનારા ભાવિકોના હાથમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) બૅન્ડ લગાવવામાં આવશે
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મઆરતી માટે હાઈ-ટેક પ્રવેશ-પ્રણાલી શરૂ કરવામાં આવી રહી છે અને તેથી બનાવટી પાસ દ્વારા એન્ટ્રી લેતા લોકોના પ્રવેશને રોકવામાં મંદિર પ્રશાસનને સફળતા મળશે.
ભસ્મઆરતીમાં આવનારા ભાવિકોના હાથમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) બૅન્ડ લગાવવામાં આવશે અને એમાં ભાવિકની તમામ વિગતો મોજૂદ હશે.
ADVERTISEMENT
ભોલેનાથનાં ૧૨ જ્યોતિર્લિંગ પૈકી મહાકાલ તરીકે ઓળખાતા ઉજ્જૈનના મંદિરની ભસ્મઆરતી ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને એમાં પ્રવેશ મળે એ માટે લોકો ઘણી લાંબી રાહ જોતા હોય છે. ભસ્મઆરતી માટે એક પ્રોટોકૉલ મુજબ પ્રવેશ મળે છે અને એ માટે ઑનલાઇન બુકિંગ કે ઑફલાઇન બુકિંગ કરાવવું પડે છે. આ તમામ સ્લૉટ ખૂલે કે તરત જ ભરાઈ જતા હોય છે.
એને બદલે હવે બુકિંગ કર્યા બાદ RFID બૅન્ડ આપવામાં આવશે જે ભાવિકના હાથમાં લગાવવામાં આવશે. અત્યારે કોઈ શો કે કૉન્સર્ટમાં એન્ટ્રી માટે હાથમાં આવાં જ RFID બૅન્ડ લગાવવામાં આવે છે. આ પ્રણાલી આ અઠવાડિયે શરૂ થવાની ધારણા છે. આરતી બાદ આ RFID બૅન્ડ પાછાં આપવાં પડશે.
આગામી દિવસોમાં એવા ગેટ બનાવવામાં આવશે જેના સ્કૅનર પર RFID બૅન્ડનો QR કોડ સ્કૅન કરવાથી ગેટ આપોઆપ ખૂલી જશે. આમ ઍરપોર્ટ જેવી સુવિધા મહાકાલ મંદિરમાં શરૂ કરવામાં આવશે.