Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં પહેલીવાર થશે લોકસભા સ્પીકરની ચૂંટણી, ઓમ બિરલા સામે ઈન્ડિયા બ્લોકે મેદાનમાં ઉતારી આ વ્યક્તિને

દેશમાં પહેલીવાર થશે લોકસભા સ્પીકરની ચૂંટણી, ઓમ બિરલા સામે ઈન્ડિયા બ્લોકે મેદાનમાં ઉતારી આ વ્યક્તિને

25 June, 2024 03:56 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એનડીએ નેતાઓએ સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષ પદ માટે ઓમ બિરલાની તરફેણમાં 10 સેટમાં નામાંકન ભર્યું હતું. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય NDA નેતાઓ હાજર રહ્યા હતા

લોકસભાની ફાઇલ તસવીર

લોકસભાની ફાઇલ તસવીર


મંગળવાર (25 જૂન) 18મી લોકસભાના પ્રથમ સત્રનો બીજો દિવસ છે. લોકસભા સ્પીકર (Lok Sabha Speaker Election)ને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધી ગયું છે. એનડીએના ઉમેદવાર ઓમ બિરલા સામે ઈન્ડિયા બ્લોકે પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સ્પીકર પદ માટે 26 જૂને સવારે 11 વાગ્યે મતદાન થશે.


એનડીએ નેતાઓએ સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષ પદ (Lok Sabha Speaker Election) માટે ઓમ બિરલાની તરફેણમાં 10 સેટમાં નામાંકન ભર્યું હતું. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય NDA નેતાઓ હાજર રહ્યા હતા. દરમિયાન વિપક્ષ તરફથી કૉંગ્રેસના સાંસદ કે. સુરેશે ઓમ બિરલા સામે 3 સેટમાં લોકસભા સ્પીકર પદ માટે નોમિનેશન ભર્યું હતું.



નોમિનેશન પહેલાં (Lok Sabha Speaker Election) રાહુલ ગાંધીએ કહ્યું, “કૉંગ્રેસ અધ્યક્ષને સ્પીકરના સમર્થન માટે રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. વિપક્ષે સ્પષ્ટ કહ્યું છે કે અમે સ્પીકરનું સમર્થન કરીશું, પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. રાજનાથ સિંહે ફરી ફોન કરવાનું કહ્યું હતું. જોકે, હજુ સુધી ફોન આવ્યો નથી.”


રાજનાથ સિંહે સંસદની બહાર મીડિયાને કહ્યું કે, “મેં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સ્પીકર પદ માટે સમર્થન આપવા માટે ત્રણ વખત ફોન પર વાત કરી છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ અને ડીએમકેના ટીઆર બાલુ રાજનાથને મળ્યા હતા, પરંતુ ડેપ્યુટી સ્પીકર પર કોઈ જવાબ ન મળતા તેઓ તેમના કાર્યાલયથી પાછા ફર્યા હતા.”

સિંહ ઉપરાંત અમિત શાહ અને જેપી નડ્ડાએ પણ વિપક્ષને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને લાલન સિંહે કોંગ્રેસ પર શરતો મૂકવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સરકાર ઉપસભાપતિની ચૂંટણી સમયે વિપક્ષની માંગણીઓ પર ચર્ચા કરવા તૈયાર છે.


જો બિરલા જીતશે તો તેઓ ફરીથી સ્પીકર બનનાર પ્રથમ બીજેપી સાંસદ હશે.

એનડીએ તરફથી ઓમ બિરલા ફરી સ્પીકર ઉમેદવાર છે. રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલા 2019 થી 2024 સુધી સ્પીકર રહ્યા છે. જો તેઓ જીતી જાય છે, તો તેઓ સતત બીજી વખત લોકસભા અધ્યક્ષનું પદ સંભાળનાર પ્રથમ બીજેપી સાંસદ હશે. જો તેઓ તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે તો તેઓ કોંગ્રેસના બલરામ જાખડના રેકોર્ડની બરાબરી કરશે.

વાસ્તવમાં, બલરામ જાખડ 1980 થી 1985 અને 1985 થી 1989 સુધી સતત બે વાર લોકસભાના સ્પીકર રહી ચુક્યા છે. તેણે તેની બંને મુદત પૂરી કરી હતી. આ સિવાય જીએમસી બાલયોગી અને પીએ સંગમા જેવા નેતાઓ બે વખત લોકસભા સ્પીકર બન્યા, પરંતુ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં.

ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસના સાંસદ કે. સુરેશએ લોકસભા અધ્યક્ષ માટે નોમિનેશન ભર્યું. તેઓ 8 વખત કૉંગ્રેસના સાંસદ છે. શાહ, નડ્ડા, લાલન સિંહ, રામ મોહન નાયડુ અને ચિરાગ પાસવાન એનડીએ વતી ઓમ બિરલાનું નામાંકન દાખલ કરવા માટે હાજર હતા.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2024 03:56 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK