° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


લોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું

29 November, 2021 06:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

નોંધવું રહ્યું કે ગુરુ પર્વના અવસર પર પીએમ મોદીએ દેશને સંબોધનમાં આ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરવા ‘ફાર્મ લોઝ રિપીલ બિલ, 2021’ ચર્ચા વિના જ મંજૂર થયું હતું. જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પટલ પર જરૂરી કાગળો મૂક્યા હતા. આ પછી, કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટે બિલ રજૂ કર્યું હતું.

તરત જ, કોંગ્રેસ સહિતના વિપક્ષોએ બિલ પર ચર્ચાની માગ શરૂ કરી હતી. જોકે, સ્પીકરે કહ્યું કે ગૃહમાં વ્યવસ્થા નથી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે “આજે ગૃહમાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે. આ વિધેયકને ચર્ચા અને પસાર કરવા માટે મૂકવાની વાત થઈ હતી, પરંતુ સરકાર શા માટે ચર્ચા કરવા માગતી નથી? અન્ય ઘણા વિપક્ષી સભ્યો પણ આ જ સૂરમાં કંઇક બોલતા જોવા મળ્યા હતા.

લોકસભા અધ્યક્ષે કહ્યું કે “ગૃહમાં કોઈ વ્યવસ્થા નથી અને આ સ્થિતિમાં ચર્ચા કેવી રીતે થઈ શકે? જો તમે (વિપક્ષી સભ્ય) વ્યવસ્થા કરો તો ચર્ચા થઈ શકે છે. ત્યાર બાદ ગૃહે ઘોંઘાટમાં પણ કોઈપણ ચર્ચા વગર ફાર્મ લોઝ રિપીલ બિલ 2021ને મંજૂરી આપી હતી.

લોકસભા બાદ રાજ્યસભામાંથી કૃષિ કાયદાઓ પરત લેવા સંબંધિત બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. હવે તેના પર હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ ત્રણેય કૃષિ કાયદાઓ રદ થઈ જશે.

29 November, 2021 06:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ભારતમાં Covid-19કેસમાં ઝડપી ઉછાળો, ચોથી લહેરનો સામનો કરી રહી છે દુનિયા- સરકાર

છેલ્લા 1 અઠવાડિયામાં દરરોજ 29 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 4 અઠવાડિયામાં આફ્રિકામાં કોવિડના કેસ ઘટી રહ્યા છે. એશિયામાં કોવિડના કેસ વધી રહ્યા છે. યૂરોપમાં પણ કેસ ઘટી રહ્યા છે."

20 January, 2022 07:05 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

લાહોર બૉમ્બ બ્લાસ્ટમાં 3ના નિધન, અનેક ઇજાગ્રસ્ત, શું TTPએ વાળ્યો વેર?

Lahore Blast News: લાહોરમાં એક બૉમ્બ બ્લાસ્ટમાં ત્રણ લોકોના 25થી વધારે લોકો ઇજાગ્રસ્ત કહેવામાં આવી રહ્યા છે. ઘટના સ્થળે પહોંચી પોલીસે ઘટનાસ્થળે ચારે તરફથી ઘેરીને શોધ અભિયાન શરૂ કરી દીધું છે.

20 January, 2022 06:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

હવે બજારમાં મળશે કોરોના રસી! એક્સપર્ટ પેનલે કોવિશીલ્ડ, કૉવેક્સિનને આપી માન્યતા

આ મહામારી જેવી સાર્વજનિક સ્વાસ્થ્ય આપત્તિજનક સ્થિતિઓમાં લાગૂ પાડવામાં આવે છે, શરત છે કે નિયામક, નૈદાનિક પરીક્ષણોના ફેસ 3ના પ્રારંભિક ડેટાના આધારે, વેક્સિનના સંભવતઃ લાભને નિર્ધારિત કરવામાં આવ્યા હોય.

20 January, 2022 01:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK