Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અનેક રાજ્યોમાં વૉન્ટેડ ખાલિસ્તાની આતંકવાદીનું પાકિસ્તાનમાં મૃત્યુ

અનેક રાજ્યોમાં વૉન્ટેડ ખાલિસ્તાની આતંકવાદીનું પાકિસ્તાનમાં મૃત્યુ

21 November, 2022 10:38 AM IST | Chandigrah
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિન્ડા પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલનો મેમ્બર છે

હરવિન્દર સિંહ રિન્ડા

હરવિન્દર સિંહ રિન્ડા


ખાલિસ્તાની આતંકવાદી હરવિન્દર સિંહ રિન્ડાનું પાકિસ્તાનમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. તે મે મહિનામાં પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ મુખ્યાલય પર રૉકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ હુમલા સહિત અનેક આતંકવાદી કેસમાં સંડોવાયેલો હતો. તેના મોતનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ તેને લાહોરની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું સોર્સિસ જણાવી રહ્યા છે.

રિન્ડા પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલનો મેમ્બર છે. તે પંજાબમાં ભારતવિરોધી ગતિવિધિઓ કરવા માટે સ્થાનિક ગૅન્ગસ્ટર્સની મદદ મેળવતો હતો.



રિન્ડા પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો અને ગૅન્ગસ્ટર્સ વચ્ચેની મુખ્ય કડી હોવાનું મનાતું હતું. તે સરહદ પાર મોટા પાયે ડ્રગ્સ અને હથિયારોના સ્મગલિંગમાં સંડોવાયેલો હતો.


તે પંજાબમાં મોસ્ટ-વૉન્ટેડ ‘એ’ પ્લસ કૅટેગરીનો ગૅન્ગસ્ટર હતો. એટલું જ નહીં, તે મહારાષ્ટ્ર, ચંડીગઢ, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યાએ અનેક કેસમાં વૉન્ટેડ હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 10:38 AM IST | Chandigrah | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK