Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Kerala:કૉંગ્રેસ કાર્યાલયના તોડફોડાના કેસમાં પોલીસે રાહુલ ગાંધીના પીએની કરી ધરપકડ

Kerala:કૉંગ્રેસ કાર્યાલયના તોડફોડાના કેસમાં પોલીસે રાહુલ ગાંધીના પીએની કરી ધરપકડ

19 August, 2022 06:17 PM IST | Thiruvananthapuram
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કૉંગ્રેસના આ આરોપોને પોલીસે ફગાવી દીધા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


જૂનમાં વાયનાડમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઑફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. કહેવાય છે કે SFIના કાર્યકરોએ તેની તોડફોડ કરી અને હંગામો મચાવ્યો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, પરંતુ હવે પોલીસે આ કેસમાં કૉંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ કરી છે. એક, રાહુલ ગાંધીના પીએ પણ તેમાં જણાવવામાં આવી રહ્યા છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે 24 જૂને કેટલાક લોકોએ વાયનાડમાં રાહુલ ગાંધીની ઑફિસ પર હુમલો કર્યો હતો. હકીકતમાં, કેટલાક મહિનાઓ પહેલાં સુપ્રીમ કોર્ટે પર્યાવરણને લઈને મોટો નિર્ણય આપ્યો હતો. તે નિર્ણયમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સંરક્ષિત જંગલો, વન્યજીવ અભયારણ્યોની આસપાસનો એક કિલોમીટરનો સમગ્ર વિસ્તાર ઈકો-સેન્સિટિવ ઝોન (ESZ) બનવા જઈ રહ્યો છે, પરંતુ કેરળમાં વિવાદ એ વાતનો હતો કે જો ત્યાં આ નિયમનો કડક અમલ થાય તો ઇકો-સેન્સિટિવ વિસ્તારમાં રહેતા લોકોનું શું થશે, તેઓ ક્યાં જશે? આ મામલે SFIના કાર્યકરોએ તોડફોડ કરી હોવાનું કહેવાય છે.



કૉંગ્રેસના આ આરોપોને પોલીસે ફગાવી દીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ તોડફોડ ખરેખર SFIના કાર્યકરોએ નહીં, પરંતુ કૉંગ્રેસના કેટલાક કાર્યકરોએ કરી હતી. આ કારણોસર શુક્રવારે પોલીસે કૉંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ કરી હતી. આમાં રાહુલ ગાંધીના પીએ પણ સામેલ હતા. હજુ સુધી કૉંગ્રેસ કે રાહુલ ગાંધીએ આ કાર્યવાહી પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ આગામી દિવસોમાં આ મુદ્દો રાજ્યના રાજકારણમાં મોટો વિવાદ બની શકે છે.


જો કે, જ્યારે રાહુલ ગાંધીના કાર્યાલય પર હુમલો થયો હતો, ત્યારે તેમનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તે વીડિયોમાં કેટલાક પ્રદર્શનકારીઓ ઑફિસની બારીમાંથી અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમના તરફથી ઓફિસની અંદર તોડફોડ પણ કરવામાં આવી હતી, જેના કારણે મહાત્મા ગાંધીની ફોટો ફ્રેમ પણ તૂટી ગઈ હતી. કૉંગ્રેસે SFI પર આરોપ લગાવ્યા હતા, પરંતુ પોલીસે સમગ્ર વિવાદને અલગ જ વળાંક આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2022 06:17 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK