કંગનાએ રાહુલ ગાંધીનો જૂનો વિડિયો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કર્યો હતો. એમાં રાહુલ ગાંધી કોઈને તેની જાતિ પૂછી રહ્યા છે
કંગના રનૌત
સંસદમાં અનુરાગ ઠાકુરે વિપક્ષના નેતાનું નામ લીધા વિના કરેલા હુમલા બાદ ગઈ કાલે સંસદસભ્ય કંગના રનૌતે પણ એમાં ઝુકાવ્યું હતું અને રાહુલ ગાંધીની સરખામણી પાસ્તા વિથ કઢી પત્તાના તડકા તરીકે કરી છે. કંગનાએ રાહુલ ગાંધીનો જૂનો વિડિયો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કર્યો હતો. એમાં રાહુલ ગાંધી કોઈને તેની જાતિ પૂછી રહ્યા છે. તેણે રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે ‘તમે લોકોને જાહેરમાં આટલી ખરાબ રીતે તેમની જાતિ વિશે કેવી રીતે પૂછી શકો. આ શેમફુલ છે, રાહુલ ગાંધી શરમ કરો.’ આ પોસ્ટ સાથે કંગનાએ એક કૅપ્શન પણ લખી છે કે ‘અપની જાત કા કુછ અતાપતા નહીં. નાનુ મુસ્લિમ, ડૅડ પારસી, મમ્મી ક્રિશ્ચિયન ઔર ખુદ ઐસા લગતા હૈ જૈસે પાસ્તા કો કઢી પત્તે કા તડકા લગાકર ખિચડી બનાને કી કોશિશ હો, ઔર ઇનકો સબકી જાત પતા કરની હૈ.’

