અત્યારના ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ ઔપચારિક રીતે ગઈ કાલે તેમના નામની કેન્દ્રીય કાયદા પ્રધાનને ભલામણ કરી હતી

ઉદય ઉમેશ લલિત
જસ્ટિસ ઉદય ઉમેશ લલિત આગામી ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા રહેશે. અત્યારના ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ ઔપચારિક રીતે ગઈ કાલે તેમના નામની કેન્દ્રીય કાયદા પ્રધાનને ભલામણ કરી હતી. રમન્ના ૨૬ ઑગસ્ટે નિવૃત્ત થશે, જેના પછી જસ્ટિસ યુ. યુ. લલિત તેમના સ્થાને રહેશે. તેઓ ૪૯મા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા રહેશે. આ પદ પર તેમનો કાર્યકાળ માત્ર ૭૪ દિવસનો હશે, કેમ કે તેઓ ૬૫ વર્ષની ઉંમરે આઠમી નવેમ્બરે નિવૃત્ત થશે. જસ્ટિસ યુ. યુ. લલિત પછી જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડ દેશના ન્યાયતંત્રના વડા બની શકે છે. તેમના પિતા વાય. વી. ચન્દ્રચુડ પણ ૧૯૭૮થી ૧૯૮૫ દરમ્યાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા હતા.