° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


રાજસ્થાનમાં ડૉક્ટરે કૂતરાને કાર સાથે બાંધીને ઢસડ્યો

20 September, 2022 09:22 AM IST | Jodhpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેનકા ગાંધીએ ફોન કરતાં જોધપુરના ડૉક્ટર સામે નોંધાઈ ફરિયાદ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયામાં એક કૂતરાને કાર સાથે બાંધીને ઘસડી જવાનો વિડિયો વાઇરલ થયા બાદ જોધપુરના એક જાણીતા ડૉક્ટર સામે પશુ સાથે ક્રૂરતા આચરવાના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે જોધપુરના પ્લા​સ્ટિક સર્જ્યન ડૉ. રજનીશ ગાલવાએ કૂતરાના ગળામાં દોરડું બાંધીને એને કાર સાથે બાંધી દીધો. ત્યાર બાદ કાર સ્ટાર્ટ કરી કૂતરાને રસ્તા પરથી ઘસડીને લઈ જતા હતા. આવું કરતી વખતે કૂતરો ઘણી વાર પડ્યો અને ઘાયલ થયો, એના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. કેટલાક યુવકોએ આ ઘટના જોતાં તેમણે બાઇક દ્વારા કારનો પીછો કરી કારને અટકાવી અને કૂતરાને છોડાવ્યો.    

જોધપુરની જાણીતી મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટરે બચાવમાં કહ્યું હતું કે આ કૂતરો તેમના ઘરની સામે ઉપદ્રવ કરી રહ્યો હતો એટલે એને કૉર્પોરેશનના વૉર્ડમાં છોડવા જઈ રહ્યો હતો.

પુકાર ઍનિમલ કેસ સોસાયટીનાં વાઇસ પ્રેસિડન્ટ અપર્ણા બિસ્સાએ મીડિયાને જણાવ્યા પ્રમાણે પોલીસને જાણ કરવામાં આવતાં તેમણે યુવકો અને એનજીઓ કાર્યકરની મદદથી કૂતરાને મુક્ત કરાવી એને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. એનજીઓ દ્વારા મેનકા ગાંધીનો સંપર્ક કરવામાં આવતાં તેમણે ઘટના સ્થળે પહોંચેલા પોલીસકર્મીઓ સાથે વાત કરી હતી. ડૉક્ટર ગાલવા શહેરના પૉશ વિસ્તાર શાસ્ત્રીનગરમાં રહે છે. તેમની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

20 September, 2022 09:22 AM IST | Jodhpur | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

સોનિયા ગાંધીને મળ્યા અજય માકન અને મલ્લિકાર્જુન ખડગે, જાણો વિગત

નોંધપાત્ર વાત એ છે કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના કૉંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની જાહેરાત બાદ રાજસ્થાનમાં સીએમ બદલવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી

26 September, 2022 08:17 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ગુલામ નબી આઝાદે નવી પાર્ટીની જાહેરાત કરી, આપ્યું આ નામ

ગુલામ નબી આઝાદે પોતાની નવી `ડેમોક્રેટિક આઝાદ પાર્ટી`ના ધ્વજનું અનાવરણ પણ કર્યું

26 September, 2022 06:04 IST | Jammu | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ગુજરાતથી દિલ્હી પહોંચ્યા સફાઇકર્મચારી હર્ષ સોલંકી અને પરિવાર,CM સાથે કર્યું લન્ચ

ગુજરાતના સફાઈ કર્મચારી હર્ષ સોલંકી પોતાના પરિવારના દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સાથે મુલાકાત કરવા તેના નિવાસસ્થાને પહોંચ્યા. ત્યાર દિલ્હી સીએમએ તેમના પરિવાર સાથે લન્ચ કર્યું.

26 September, 2022 06:03 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK