° °

આજનું ઇ-પેપર
Wednesday, 04 August, 2021


અંતિમ સંસ્કારમાંથી અડધા બળેલા મૃતદેહને લઈને શા માટે ભાગ્યો પરિવાર?

03 June, 2020 02:49 PM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent

અંતિમ સંસ્કારમાંથી અડધા બળેલા મૃતદેહને લઈને શા માટે ભાગ્યો પરિવાર?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)નો લોકોમાં એટલો ડર ફેલાયો છે કે તેઓ આ વાયરસથી સંક્રમિતોના અંતિમ સંસ્કારનો પણ વિરોધ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં પણ આવો જ વિચિત્ર બનાવ બન્યો છે. અહીં કોરોના સંક્રમણથી પીડિત વૃદ્ધનું મોત થયા બાદ તેમના અંતિમ સંસ્કાર માટે પહોંચેલા પરિવારના સભ્યો અને પ્રશાસનનો સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. એટલું જ નહીં ભીડે પથ્થરમારો અને લાઠીઓ વરસાવતાં પરિવારને ચિતા પરથી અડધા બળેલા મૃતદેહને ઉઠાવીને ભાગવું પડ્યું હતું. જોકે, બાદમાં બાદમાં પ્રશાસનની હાજરીમાં ગોલ ગામ સ્થિત સ્મશાન ઘાટ પર નિયમો મુજબ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. પણ આશ્ચર્યની વાત એ છે કે પ્રશાસન એમ કહે છે કે આવો કોઈ બનાવ બન્યો જ નથી.

મૃતકના પરિવારે આપેલી માહિતિ મુજબ, 72 વર્ષીય નિવૃત્ત શિક્ષકનું સોમવારે જીએમસી જમ્મુમાં મૃત્યુ થયું હતું. મંગળવારે એક રેવન્યૂ અધિકારી અને મેડિકલ ટીમની સાથે સવારે 6:30 વાગે એમ્બ્યૂલન્સમાં મૃતદેહને લઈ દોમાના વિસ્તારમાં પહોંચ્યા હતા. એમ્બ્યૂલન્સમાં મૃતદેહની સાથે મૃતકના બે ભાઈ, પત્ની અને અન્ય કેટલાક લોકો હતા. તમામને પીપીઈ કિટ સહિત અન્ય જરૂરી સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. સ્માશનમાં જ્યારે અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરી ત્યારે સ્થિક લોકો ત્યાં ભેગા થઈ ગયા અને અંતિમ સંસ્કારનો વિરોધ કરવાનું ચાલુ કરી દીધું હતું. પરિવારનો આક્ષેપ છે કે, કેટલાક લોકોએ પરિવારના લોકો પર અને સ્વાસ્થ્ય કર્કીઓ પર પથ્થરમારો કર્યો હતો અને લાઠી-ડંડાનો પણ ઉપયોગ કર્યો હતો. એટલે ચિતા પરથી મૃતદેહને ઉઠાવીને એમ્બ્યુલન્સમાં મુકીને જીએમસી લઈ જવામાં આવ્યો હતો.

મૃતકના દીકરાએ કહ્યું હતું કે, અમે અમારા ગૃહ જિલ્લામાં અંતિમ સંસ્કાર માટે સરકાર પાસે મંજૂરી માંગી હતી, પરંતુ અધિકારીઓએ કહ્યું કે જ્યાં મોત થયું છે ત્યાં જ અંતિમ સંસ્કારની તમામ વયવસ્થા કરવામાં આવશે અને અંતિમ સંસ્કારમાં કોઈ અડચણ ઊભી નહીં થાય. અંતિમ સંસ્કર સમયે પથ્થરમારો અને લાઠીચાર થયા ત્યારે ઘટનાસ્થળે હાજર બે સુરક્ષાકર્મીઓએ પણ કોઈ મદદ કરી નહોતી. બાદમાં ગોલ ગામમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોરોના સંક્રમિત વૃદ્ધનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

03 June, 2020 02:49 PM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

નિતિન ગડકરીએ ઑટો નિર્માતાઓ સાથે કેમ કરી મુલાકાત, જાણો વધુ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સોસાઇટી ઑફ ઇન્ડિયા ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ના સીઇઓના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી

04 August, 2021 12:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહ્યું છે

શરદ પવાર-અમિત શાહની મીટિંગથી ગરમાટો; સી.બી.એસ.ઈ.નું દસમાનું ૯૯.૦૪ ટકા પરિણામ આવ્યું; શૂટઆઉટને પગલે પૅન્ટાગોનમાં લૉકડાઉન અને વધુ સમાચાર

04 August, 2021 09:30 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ટીએમસી સંસદસભ્યની ‘પાપડી-ચાટ’ની અભદ્ર કમેન્ટથી વડા પ્રધાન નારાજ

સોમવારે મમતા બૅનરજીના પક્ષ ટીએમસીના ડેરેક ઓબ્રાયને ટ્વીટમાં લખ્યું હતું કે...

04 August, 2021 09:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK