Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ધનખડે ઉપરાષ્ટ્રપતિના પદ માટે શપથ ગ્રહણ કર્યા

ધનખડે ઉપરાષ્ટ્રપતિના પદ માટે શપથ ગ્રહણ કર્યા

12 August, 2022 09:06 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમને શનિવારે ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા

નવી દિલ્હીમાં ગઈ કાલે રાષ્ટ્રપતિભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરનારા જગદીપ ધનખડને શુભેચ્છા આપતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ.

નવી દિલ્હીમાં ગઈ કાલે રાષ્ટ્રપતિભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરનારા જગદીપ ધનખડને શુભેચ્છા આપતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ.


જગદીપ ધનખડે ગઈ કાલે ભારતના ૧૪મા ઉપરાષ્ટ્રપતિના પદ માટે શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં ધનખડને શપથ અપાવ્યાં હતાં. ધનખડે ભગવાનના નામે હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા હતા.

શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ધનખડના પૂર્વગામી એમ વેન્કૈયા નાયડુ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ હામિદ અન્સારી તેમ જ કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ અને નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યાં હતાં.



ધનખડે ગઈ કાલે સવારે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને અંજલિ અર્પી હતી. તેમને શનિવારે ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2022 09:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK