હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે ઇન્ડસ્ટ્રી બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, બાયોપોલિમર્સ, બામ્બુ, કાગળ અને સ્ટીલની પ્રોડક્ટ્સ માટે પણ વિચાર કરી રહી છે

પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીઃ ભારતમાં પહેલી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉત્પાદન, આયાત, સ્ટૉક કરવા, ડિસ્ટ્રિબ્યુશન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
અમલ કેવી રીતે કરાશે?
પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયે જણાવ્યું છે કે આ પ્રતિબંધના અસરકારક અમલ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે કન્ટ્રોલ રૂમ્સ સ્થાપવામાં આવશે. સ્પેશ્યલ એન્ફોર્સમેન્ટ ટીમ્સની રચના કરવામાં આવશે. કોઈ પણ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જતી રોકવા માટે મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બૉર્ડર ચેકપૉઇન્ટ્સ સ્થાપવા જણાવ્યું છે.
આ વસ્તુઓ પર પ્રતિબંધ
પ્લાસ્ટિક સ્ટિક્સવાળા ઇયરબડ્ઝ, પ્લાસ્ટિક સ્ટિકવાળા ફુગ્ગા, પ્લાસ્ટિકના ધ્વજ, કૅન્ડી સ્ટિક્સ, આઇસક્રીમ સ્ટિક્સ, ડેકોરેશન માટેના થર્મોકોલ, પ્લાસ્ટિક પ્લેટ્સ, કપ્સ, ગ્લાસિસ, કટલરી, આમંત્રણ કાર્ડ્ઝ, સિગારેટનાં પૅકેટ્સ, પ્લાસ્ટિક કે પીવીસીનાં બૅનર્સ
હવે કયો વિકલ્પ છે?
હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે ઇન્ડસ્ટ્રી બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, બાયોપોલિમર્સ, બામ્બુ, કાગળ અને સ્ટીલની પ્રોડક્ટ્સ માટે પણ વિચાર કરી રહી છે.