Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Positive News: કોરોના સામેનો રિકવરી રેટ 90 ટકાએ પહોંચ્યો

Positive News: કોરોના સામેનો રિકવરી રેટ 90 ટકાએ પહોંચ્યો

25 October, 2020 08:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Positive News: કોરોના સામેનો રિકવરી રેટ 90 ટકાએ પહોંચ્યો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ભારત સહિત વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે. જોકે આજે એક પૉઝિટિવ ન્યૂઝથી લોકોનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. દેશમાં કોરોના સામેનો રિકવરી રેટ વધીને 90 ટકા પહોંચી ગયો છે, જે અન્ય દેશોની સરખામણીએ વધુ છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 62,077 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે, તો આ સમયગાળા દરમિયાન સંક્રમણના 50,129 નવા કેસ નોંધાયા છે. આમ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકો કરતા તેમાંથી સાજા થનારાઓની સંખ્યા 64,09,969 હજાર છે. મૃતાંકમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.



મંત્રાલયના જણાવ્યા પ્રમાને આ આંકડો 2 ઓક્ટોબરના 1100થી ઓછો છે. દેશમાં હવે માત્ર 6,68,154 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે જે કુલ કોરોના કેસોના માત્ર 8.50 ટકા જ છે. દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો-મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તિસગઠમાં સાજા થયેલા કેસોમાંથી 75 ટકા કેસ નોંધવામાં આવ્યા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 10 હજારથી વધારે લોકો સાજા થયા છે. કોરોનાના સંક્રમણના 50,129 નવા કેસમાંથી 79 ટકા આ દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધવામાં આવ્યા છે. કેરળમાં સૌથી વધારે 8 હજારથી પણ અવધારે કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં ઘટીને માત્ર 6 જ હજાર કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી માત્ર 578 લોકોના મોત થયા છે. તેમાંથી લગભગ 80 ટકા આ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થયા છે.

આરોગ્ય મંત્રાલયની માહિતી મુજબ ભારતમાં 50,192 નવા દર્દીઓ સાથે કુલ કોરોના સંક્રમિત કેસોની સંખ્યા વધીને 78,64,811 થઈ ગઈ છે જ્યારે મૃતાંક 1,18,534 પહોંચ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2020 08:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK