° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


દુનિયાભરમાંથી ભારતીયોએ પોતાના ઘરે ૬.૫ લાખ કરોડ મોકલ્યા

20 November, 2021 03:42 PM IST | Washington | Agency

આ રિપોર્ટ અનુસાર આવતા વર્ષે ભારતમાં મોકલવામાં આવનારી રકમમાં માત્ર ત્રણ ટકાનો વધારો થવાનો અંદાજ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

વૉશિંગ્ટનઃ વિદેશોમાં ગયેલા નાગરિકો દ્વારા પોતાના વતનમાં મની મોકલવાના મામલે ભારત દુનિયાભરમાં પ્રથમ છે. વિશ્વ બૅન્કના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે આ વર્ષે દુનિયાભરમાં રહેલા ભારતીયોએ ૮૭ અબજ ડૉલર એટલે કે ૬,૫૨,૫૦૦ કરોડ રૂપિયા ભારતમાં મોકલ્યા છે, જેમાં ૨૦ ટકાથી વધારે રકમ અમેરિકામાંથી મોકલવામાં આવી છે. 
વિદેશોમાં સ્થાયી નાગરિકો દ્વારા પોતાના વતનમાં મની મોકલવાના મામલે ભારત પછી ચીન, મેક્સિકો, ફિલિપીન્સ અને ઇજિપ્તનું સ્થાન છે. આ રિપોર્ટ અનુસાર આવતા વર્ષે ભારતમાં મોકલવામાં આવનારી રકમમાં માત્ર ત્રણ ટકાનો વધારો થવાનો અંદાજ છે. જેનું કારણ એ છે કે કોરોનાની ક્રાઇસિસના કારણે એક તરફ ભારતથી અન્ય દેશોમાં જનારા લોકોની સંખ્યા ઘટી છે તો બીજી બાજુ આરબ દેશોમાંથી ભારતમાં પાછા ફરનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે.
વર્લ્ડ બૅન્કના આ રિપોર્ટમાં જણાવાયું છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતમાં ઑક્સિજન અને જરૂરી દવાઓની અછતના કારણે આરોગ્ય માટેનો ખર્ચ અત્યંત વધી ગયો હતો, જેના કારણે અનેક ભારતીયોને વિદેશોમાં રહેલા તેમના પરિવારજનો કે સંબંધીઓએ મદદ કરી હતી. 
વર્લ્ડ બૅન્કના આ રિપોર્ટ અનુસાર આ વર્ષે ગરીબ અને આર્થિક રીતે મધ્યમ દેશોના નાગરિકો દ્વારા વિદેશોમાંથી પોતાના દેશમાં મોકલવામાં આવેલા ધનનું પ્રમાણ ૭.૩ ટકા વધીને ૫૮૯ અબજ ડૉલર એટલે કે ૪૪.૧૭ લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. 

20 November, 2021 03:42 PM IST | Washington | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ઓમિક્રોન વેરિયન્ટને પગલે સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર, કહ્યું...

કોરોનાના નવા પ્રકારને લઈને ગભરાટના એક દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

28 November, 2021 06:57 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લાદો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે નોવેલ કોરોના વાયરસ નવા સાવરૂપે ફાટી નીકળતાં અસરગ્રસ્ત દેશોમાંથી ભારતની ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી પ્રતિબંધિત મૂકવામાં આવવો જોઈએ.

28 November, 2021 06:21 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બેંગલુરુમાં કોરોના સંક્રમિત દક્ષિણઆફ્રિકાના બંને યુવકોમાં ડેલ્ટા વેરિયન્ટ મળ્યું

અધિકારીએ જણાવ્યું કે 1 થી 26 નવેમ્બરની વચ્ચે દક્ષિણ આફ્રિકાથી કુલ 94 લોકો ભારત આવ્યા છે અને તેમાંથી માત્ર બેમાં જ કોરોના વાયરસનો અગાઉનો પ્રકાર જોવા મળ્યો છે.

28 November, 2021 04:40 IST | Bangalore | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK