° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


ભારત બીટકૉઇન સહિતની તમામ ક્રિપ્ટોકરન્સી બૅન કરશે

24 November, 2021 12:23 PM IST | New Delhi | Agency

કુલ ૨૬ બિલ રજૂ કરવા માટે લિસ્ટેડ છે જેમાં ક્રિપ્ટોકરન્સી ઍન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશ્યલ ડિજિટલ કરન્સી બિલ, ૨૦૨૧ પણ સામેલ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવા માટેનું બિલ ૨૯ નવેમ્બરથી શરૂ થતાં વિન્ટર સેશન દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવશે. કુલ ૨૬ બિલ રજૂ કરવા માટે લિસ્ટેડ છે જેમાં ક્રિપ્ટોકરન્સી ઍન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશ્યલ ડિજિટલ કરન્સી બિલ, ૨૦૨૧ પણ સામેલ છે. આના પરથી લાગે છે કે ભારત બીટકૉઇન સહિતની તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકશે અને કદાચ પોતાની અલગ ક્રિપ્ટોકરન્સી લાવશે. અઠવાડિયા પહેલાં જ ક્રિપ્ટો ફાઇનૅન્સની વ્યાપક રૂપરેખા વિશે ચર્ચા કરવા માટે સંસદીય સમિતિની પહેલી બેઠક મળી હતી જેમાં સંમતિ સાધવામાં આવી હતી કે ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવી જોઈએ. ક્રિપ્ટોકરન્સી ઍન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશ્યલ ડિજિટલ કરન્સી બિલ, ૨૦૨૧નો હેતુ ઇન્ડિયામાં તમામ પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સીઝ પર પ્રતિબંધ મૂકવાનો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઇશ્યૂ કરવામાં આવનારી ઓફિશિયલ ડિજિટલ કરન્સીની રચના માટેનું યોગ્ય માળખું ઊભું કરવાનો છે.

24 November, 2021 12:23 PM IST | New Delhi | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ઓમિક્રોન વેરિયન્ટને પગલે સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર, કહ્યું...

કોરોનાના નવા પ્રકારને લઈને ગભરાટના એક દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

28 November, 2021 06:57 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લાદો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે નોવેલ કોરોના વાયરસ નવા સાવરૂપે ફાટી નીકળતાં અસરગ્રસ્ત દેશોમાંથી ભારતની ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી પ્રતિબંધિત મૂકવામાં આવવો જોઈએ.

28 November, 2021 06:21 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બેંગલુરુમાં કોરોના સંક્રમિત દક્ષિણઆફ્રિકાના બંને યુવકોમાં ડેલ્ટા વેરિયન્ટ મળ્યું

અધિકારીએ જણાવ્યું કે 1 થી 26 નવેમ્બરની વચ્ચે દક્ષિણ આફ્રિકાથી કુલ 94 લોકો ભારત આવ્યા છે અને તેમાંથી માત્ર બેમાં જ કોરોના વાયરસનો અગાઉનો પ્રકાર જોવા મળ્યો છે.

28 November, 2021 04:40 IST | Bangalore | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK