Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ

બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ

12 January, 2022 09:35 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે બ્રહ્મોસ સુપરસૉનિક મિસાઇલના ઍડ્વાન્સ સી-ટુ-સી વેરિઅન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હી : બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલના નેવલ વેરિઅન્ટનું ગઈ કાલે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ડીઆરડીઓના જણાવ્યા પ્રમાણે મિસાઇલે પોતાના લક્ષ્યાંકને અચૂક રીતે વીંધ્યું હતું. આઇએનએસ વિશાખાપટ્ટનમમાંથી ગઈ કાલે બ્રહ્મોસ સુપરસૉનિક મિસાઇલના ઍડ્વાન્સ સી-ટુ-સી વેરિઅન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. 
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘મિસાઇલનું સફળ પરીક્ષણ ભારતીય નૌકાદળની તૈયારીઓ દર્શાવે છે. નૌકાદળ, ડીઆરડીઓ અને બ્રહ્મોસ મિસાઇલ સાથે સંકળાયેલી ટીમને આ તબક્કે હું અભિનંદન આપું છું.’ 
બ્રહ્મોસ ઍરોસ્પેસ ભારત અને રશિયાનું એક સંયુક્ત સાહસ છે, જેની ક્રૂઝ મિસાઇલ સબમરીન, જહાજ, વિમાન અને જમીન પરથી પણ છોડી શકાય છે. વળી એ અવાજ કરતાં પણ ત્રણ ગણી ગતિએ જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2022 09:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK