હીટવેવને કારણે હમણાં સુધી દેશમાં ૧૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે
ફાઇલ તસવીર
દેશનાં ઉત્તર-પશ્ચિમ રાજ્યો ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યાં છે ત્યારે ઉનાળાની આ સીઝનમાં અત્યાર સુધી ૪૦,૦૦૦ જેટલા લોકો હીટ-સ્ટ્રોકનો ભોગ બન્યા હોવાના આંકડા બહાર આવ્યા છે. હીટવેવને કારણે હમણાં સુધી દેશમાં ૧૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. હીટવેવની સૌથી વધારે અસર મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં થઈ છે. ગરમીની ગંભીરતાને સમજીને કેન્દ્ર સરકારે પણ દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને હીટ-સ્ટ્રોકને લીધે હૉસ્પિટલમાં દાખલ દરદીઓના રોજેરોજ આંકડા મોકલવાનો આદેશ આપ્યો છે.

