Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતને હાલ બૂસ્ટર ડોઝની જરૂર નથી, એમ્સના ડિરેક્ટરે સમજાવ્યું કારણ

ભારતને હાલ બૂસ્ટર ડોઝની જરૂર નથી, એમ્સના ડિરેક્ટરે સમજાવ્યું કારણ

24 November, 2021 01:53 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તેમણે કહ્યું કે “તે અસંભવિત છે કે કોવિડ-19 ની ત્રીજી લહેર પ્રથમ અને બીજીની તુલનામાં ભારતમાં ત્રાટકશે અને સમય જતાં રોગચાળો સ્થાનિક સ્વરૂપ લેશે. "

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ મંગળવારે કહ્યું હતું કે ભારતને આ સમયે બૂસ્ટર ડોઝની જરૂર નથી.

ગુલેરિયાએ કહ્યું કે “આ સમયે આવા કોરોના સંક્રમણમાં કોઈ વધારો થયો નથી, જે દર્શાવે છે કે રસી હજી પણ કોરોના વાયરસ સામે રક્ષણ આપી રહી છે. તેથી હાલ, રસીના બૂસ્ટર ડોઝ અથવા ત્રીજા ડોઝની જરૂર નથી.”



તેમણે કહ્યું કે “તે અસંભવિત છે કે કોવિડ-19 ની ત્રીજી લહેર પ્રથમ અને બીજીની તુલનામાં ભારતમાં ત્રાટકશે અને સમય જતાં રોગચાળો સ્થાનિક સ્વરૂપ લેશે. આપણને કેસ મળતા રહેશે, પરંતુ તેની ગંભીરતા ઘણી ઓછી હશે.”


ડૉ. ગુલેરિયા એક પુસ્તક ‘ગોઈંગ વાયરલઃ મેકિંગ ઑફ કોવેક્સિન - ધ ઈન્સાઈડ સ્ટોરી’ના વિમોચન સમયે બોલી રહ્યા હતા. આ પુસ્તક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ દ્વારા લખવામાં આવ્યું છે.

AIIMSના ડિરેક્ટરે કહ્યું કે જ્યારે H1N1 વાયરસ ભારતમાં આવ્યો ત્યારે વિદેશમાંથી રસી આયાત કરવામાં આવી હતી. રસીની આયાતથી લઈને આપણી સ્વદેશી રસીઓના ઉત્પાદન સુધી, અમે ઘણી લાંબી મજલ કાપી છે. આજે, આપણી કોવિડ રસીની અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે.


કોવિડ બૂસ્ટર ડોઝની જરૂરિયાત પર નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ.વી.કે. પોલે કહ્યું કે ત્રીજા ડોઝનો નિર્ણય વિજ્ઞાન પર આધારિત હોવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે અગાઉ આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ ડૉક્ટર બલરામ ભાર્ગવે ભારપૂર્વક કહ્યું હતું કે “કોવિડ-19 સામે બૂસ્ટર ડોઝ લેવાની જરૂરિયાતને પુરવાર કરતા કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ હજી સુધી મળ્યા નથી. હાલના તબક્કે ભારત સરકાર માટે દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને રસીનો બીજો ડોઝ મળે એ જ અગત્યનું છે.”

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2021 01:53 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK