પહેલા દિવસથી એ નક્કી થયું હતું એવી સ્પષ્ટતા કરતાં AAPના નેતાએ કહ્યું કે આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી અમે એકલા લડીશું
ગોપાલ રાય
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ રાયે ગઈ કાલે કહ્યું હતું કે આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી AAP એકલા હાથે લડશે. ધ ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ (INDIA)નો હિસ્સો હોવા છતાં AAP દ્વારા જુદી ભૂમિકા લેવામાં આવતાં જાતજાતની અટકળો શરૂ થઈ છે. અમુક લોકોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી સુધી જ સાથે રહેલી INDIAની આ બધી પાર્ટીને જો આપણે જનમત આપ્યો હોત તો એ કઈ રીતે પાંચ વર્ષ ટકીને સરકાર ચલાવત. જોકે ગોપાલ રાયે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘INDIAની રચના લોકસભાના ઇલેક્શન માટે જ કરવામાં આવી હતી એ પહેલા દિવસથી જ ક્લિયર હતું. જ્યાં સુધી વિધાનસભાની વાત છે તો એને માટે કોઈની સાથે યુતિ નથી. AAP એકલા હાથે પૂરી તાકાત સાથે આ ઇલેક્શન લડશે.’

