Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગાંધીથી ગાંધી સુધી, યાત્રા કોને ફળી?

ગાંધીથી ગાંધી સુધી, યાત્રા કોને ફળી?

22 September, 2022 08:24 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અત્યારે ભારતજોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે અહીં લીડર્સની યાત્રાઓ અને એનાં પરિણામો પર એક નજર કરીએ...

કોચીમાં ગઈ કાલે કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન એક પદયાત્રીની સાથે પાર્ટીના નેતા રાહુલ ગાંધી (તસવીર : એ.એન.આઇ.)

કોચીમાં ગઈ કાલે કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન એક પદયાત્રીની સાથે પાર્ટીના નેતા રાહુલ ગાંધી (તસવીર : એ.એન.આઇ.)


પૉલિટિશ્યન્સને પદયાત્રા સૂટ કરે છે, ઓછામાં ઓછું ભારતના રાજકારણના ઇતિહાસ પરથી તો એમ કહી શકાય. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અત્યારે ભારતજોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે અહીં લીડર્સની યાત્રાઓ અને એનાં પરિણામો પર એક નજર કરીએ.

મહાત્મા ગાંધી



દાંડીકૂચ: ૧૯૩૦ની ૧૨ માર્ચથી ૧૯૩૦ની ૬ એપ્રિલ દરમ્યાન આ યાત્રા થઈ હતી. શરૂઆતમાં મહાત્મા ગાંધી સહિત ૮૦ લોકોએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા શરૂ કરી હતી. ત્યાર બાદ માર્ગમાં હજારો ભારતીયો જોડાયા હતા.


રિઝલ્ટઃ ગાંધીજીએ ​અંગ્રેજોના શાસનમાં મીઠા પર લગાવવામાં આવેલા કરની વિરુદ્ધ આ યાત્રા કરી હતી. એક વર્ષ સુધી આંદોલન ચાલતું રહ્યું હતું. ૧૯૩૧માં ગાંધી-ઇરવિનની વચ્ચેની સમજૂતી હેઠળ આ કર નાબૂદ થયો.

ચન્દ્રશેખર


ભારતયાત્રાઃ ચન્દ્રશેખરે ૧૯૮૩ની ૬ જાન્યુઆરીએ કન્યાકુમારીના

વિવેકાનંદ સ્મારકથી ભારતયાત્રાની શરૂઆત કરી હતી. ૧૯૮૪ની ૨૫ જૂને દિલ્હીમાં રાજઘાટ પર એનું સમાપન થયું હતું.

રિઝલ્ટઃ ચન્દ્રશેખરે પોતાની જાતને દેશનું સુકાન સંભાળવા સક્ષમ નેતા તરીકે એસ્ટાબ્લિશ કર્યા. આખરે ૧૯૯૦ની ૧૦ નવેમ્બરે તેઓ વડા પ્રધાન બન્યા હતા.

રાજીવ ગાંધી

કૉન્ગ્રેસ સંદેશયાત્રાઃ સત્તા પર રહીને રાજીવ ગાંધીએ ૧૯૮૫માં કૉન્ગ્રેસ સંદેશયાત્રાની જાહેરાત કરી હતી. જેની શરૂઆત મુંબઈ, કાશ્મીર, કન્યાકુમારી અને પૂર્વોત્તરનાં રાજ્યો એમ જુદી-જુદી જગ્યાઓથી થઈ હતી. ત્રણ મહિના પછી દિલ્હીના રામલીલા મેદાનમાં એનું સમાપન થયું હતું.

રિઝલ્ટઃ ૧૯૮૯ની ચૂંટણીમાં કૉન્ગ્રેસ સત્તામાંથી ફેંકાઈ ગઈ હતી. એ પછી રાજીવ ગાંધીએ ૧૯૯૦માં ભારતયાત્રાની શરૂઆત કરી હતી. જોકે તેમને સફળતા ભલે નહોતી મળી, પરંતુ કૉન્ગ્રેસમાં હવે તેમને પડકારનાર કોઈ બચ્યું નહોતું.

લાલકૃષ્ણ અડવાણી

રામ રથયાત્રાઃ ગુજરાતના સોમનાથથી ૧૯૯૦ની ૨૫ સપ્ટેમ્બરે રામ રથયાત્રાની શરૂઆત થઈ હતી. ૧૦ હજાર કિલોમીટરનું અંતર કાપીને આ યાત્રા ૧૯૯૦ની ૩૦ ઑક્ટોબરે અયોધ્યા પહોંચવાની હતી એના પહેલાં ૨૩ ઑક્ટોબરે બિહારમાંથી અડવાણીની ધરપકડ કરવામાં આવી હતી.

રિઝલ્ટઃ અડવાણીની રામ રથયાત્રાથી બીજેપીને રાજકીય લાભ મળ્યો હતો. ૧૯૯૧માં લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ ૧૨૦ બેઠકો જીતી હતી. જે એના પહેલાંની ચૂંટણીની સરખામણીમાં ૩૫ બેઠકો વધારે હતી.

મુરલી મનોહર જોશી

એકતાયાત્રાઃ ડિસેમ્બર ૧૯૯૧માં કન્યાકુમારીથી એકતાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. અનેક રાજ્યોમાંથી પસાર થઈને આ યાત્રા કાશ્મીર પહોંચી હતી. ૧૯૯૨ની ૨૬ જાન્યુઆરીએ-પ્રજાસત્તાક દિને મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં શ્રીનગરના લાલ ચોકમાં ​ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.

રિઝલ્ટઃ આ યાત્રાની સંપૂર્ણ જવાબદારી નરેન્દ્ર મોદીની હતી. એક ઇન્ટરવ્યુમાં જોશીએ કહ્યું હતું કે ​ત્રિરંગો ફરકાવવામાં આવ્યા બાદ ત્યાંના લોકોને વિશ્વાસ થયો હતો કે દેશ તેમની સાથે છે.

નરેન્દ્ર મોદી

ગુજરાત ગૌરવયાત્રાઃ ૨૦૦૨માં એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ મુદત પૂરી થવાના નવ મહિના પહેલાં જ વિધાનસભાને ભંગ કરી દેવાની ભલામણ કરી હતી. સપ્ટેમ્બર ૨૦૦૨માં તેમણે ગુજરાત ગૌરવયાત્રા શરૂ કરી હતી.

રિઝલ્ટઃ ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતીથી સત્તામાં પાછા ફર્યા હતા. બીજી વખત મુખ્ય પ્રધાન બન્યા અને પહેલાં કરતાં સ્થિતિ વધારે મજબૂત થઈ હતી.

મમતા બૅનરજી

પદયાત્રાઃ તૃણમૂલ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ મમતા બૅનરજીએ જનતાની સાથે કનેક્ટ થવા માટે ૨૦૧૧માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન અનેક પદયાત્રા કરી હતી.

રિઝલ્ટઃ પશ્ચિમ બંગાળમાં ૩૩ વર્ષ બાદ મમતા બૅનરજીએ ડાબેરી પાર્ટીઓને હરાવી હતી.

નીતીશ કુમાર

અનેક યાત્રાઃ બિહારના સીએમ નીતીશ કુમારે ૨૦૦૫થી ૨૦૨૧ સુધીમાં ૧૨ યાત્રા કરી હતી.

રિઝલ્ટઃ બિહારનો સૌથી ભરોસાલાયક ચહેરો તેઓ ગણાય છે. છેલ્લાં ૧૭ વર્ષથી તેઓ સત્તામાં છે.

રાહુલ ગાંધી

ભારતજોડો યાત્રા : ૨૦૨૨ની ૭ સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી ભારતજોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા કાશ્મીર સુધી જશે.

રિઝલ્ટઃ ઇલેક્શન ઇફેક્ટની વાત કરીએ તો આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીનાં પરિણામો પરથી જ એનો ખ્યાલ આવશે.

પ્રશાંત કિશોર

જન સુરાજયાત્રાઃ બીજી ઑક્ટોબરથી પ્રશાંત કિશોર પશ્ચિમી ચંપારણથી ત્રણ હજાર કિલોમીટરની પદયાત્રા પર નીકળશે.

રિઝલ્ટઃ તેમની જન સુરાજયાત્રાની જાહેરાતથી બિહારના રાજકારણમાં હલચલ મચી છે.

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2022 08:24 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK