° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા શિવલિંગના કાર્બન ડેટિંગની માગ થઈ

23 September, 2022 08:59 AM IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મામલે વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષને નોટિસ ફટકારી હતી, જેની સુનાવણી ૨૯ ઑક્ટોબરે થશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદના મામલે હિન્દુ પક્ષ દ્વારા શિવલિંગના કાર્બન ડેટિંગની માગ કરવામાં આવતાં આ મામલે વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષને નોટિસ ફટકારી હતી, જેની સુનાવણી ૨૯ ઑક્ટોબરે થશે. ગઈ કાલે આ અરજી કરવામાં આવી ત્યારે હિન્દુ પક્ષ તરફથી ચાર મહિલા અરજીકર્તા અને ડૉ. સોહનલાલ આર્ય તેમ જ મુસ્લિમ પક્ષ તરફથી મોહમ્મદ શમીમ અહમદ હાજર રહ્યા હતા. ૧૨ સપ્ટેમ્બરે વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કમ્પાઉન્ડમાં પૂજા કરવા માટેની હિન્દુ મહિલાઓએ કરેલી અરજીને માન્ય રાખ્યા બાદ આ એક નવી અરજી કરવામાં આવી છે. અરજીકર્તા એવું માને છે કે હાલ જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ ઊભી છે એ પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિર પરિસરનો જ એક ભાગ છે. આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલી અરજીના અનુસંધાનમાં વારાણસી કોર્ટે ઍડ્વોકેટ કમિશનરની નિમણૂક કરી હતી અને સમગ્ર સંકુલના વિડિયોગ્રાફી સર્વેનો આદેશ આપ્યો હતો. એ મુજબ સર્વે પણ થયો હતો. ત્યાર બાદ આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. સર્વે દરમ્યાન એક શિવલિંગ મળ્યું હતું, જેને મુ​સ્લિમ પક્ષ દ્વારા ફુવારો કહેવામાં આવ્યો હતો. આ શિવલિંગના કાર્બન ડેટિંગની માગ કરવામાં આવી છે.  

23 September, 2022 08:59 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા હિમાચલના કુલ્લુની દશેરા રથ યાત્રામાં

વડાપ્રધાને હિમાચલના કુલ્લુમાં બિલાસપુર AIIMSનું કર્યું ઉદ્ઘાટન

06 October, 2022 05:35 IST | Kullu | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Keralaમાં મોટો રોડ અકસ્માત, બે બસની અથડામણમાં 9ના મોત, 38 ઈજાગ્રસ્ત

કેએસઆરટીસીની એક બસના ટૂરિસ્ટ બસ સાથે અથડાવાથી 9ના જીવ ગયા અને 38 ઈજાગ્રસ્ત થયા છે. પર્યટક માત્ર એર્નાકુલમ જિલ્લામાં બસેલિયોસ વિદ્યાનિકેતનના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને ઉટી જઈ રહી હતી.

06 October, 2022 04:49 IST | Kerala | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

`ભારત જોડો` યાત્રામાં કર્ણાટક પહોંચીને રાહુલ ગાંધી સાથે જોડાયાં સોનિયા ગાંધી

સોનિયા ગાંધીનું કર્ણાટક વિધાનસભા ચૂંટણીના થોડાક મહિના પહેલા માંડ્યામાં પદયાત્રા કરવું આ કારણે પણ મહત્વપૂર્ણ છે કે તે દેવગૌડા પરિવારનું વર્ચસ્વ ધરાવતું ક્ષેત્ર માનવામાં આવે છે.

06 October, 2022 12:38 IST | Karnatak | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK