Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’ મામલે ગુજરાત ટૉપ અચીવર્સની કૅટેગરીમાં

‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’ મામલે ગુજરાત ટૉપ અચીવર્સની કૅટેગરીમાં

01 July, 2022 10:45 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રને અચીવર્સનો દરજ્જો અપાયો, રૅન્કિંગ સિસ્ટમમાં ફેરફાર કરાયો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે નવી દિલ્હીમાં બિઝનેસ રિફૉર્મ ઍક્શન પ્લાન  ૨૦૨૦ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કૅટેગરીઝની જાહેરાત કરી હતી જેના અનુસાર બિઝનેસ રિફૉર્મ ઍક્શન પ્લાન ૨૦૨૦ના અમલના આધારે દેશમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પંજાબ, તામિલનાડુ અને તેલંગણા ટૉપ અચીવર્સની કૅટેગરીમાં સામેલ છે જ્યારે હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશને અચીવર્સનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આસામ, છત્તીસગઢ, ગોવા, ઝારખંડ, કેરળ, રાજસ્થાન અને ​પશ્ચિમ બંગાળને ઍસ્પાયર કૅટેગરીમાં રાખવામાં આવ્યાં છે.



દિલ્હી, જમ્મુ-કાશ્મીર, મણિપુર, મેઘાલય, નાગાલૅન્ડ, પૉન્ડિચેરી અને ​િત્રપુરા સહિત ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઇમર્જિંગ બિઝનેસ ઇકો-સિસ્ટમની કૅટેગરીમાં રાખવામાં આવ્યાં છે.


આ કવાયતનો મુખ્ય હેતુ રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો, બિઝનેસને સાનુકૂળ વાતાવરણ સર્જવાનો તેમ જ બિઝનેસ રિફૉર્મ્સ ઍક્શન પ્લાનના અમલમાં રાજ્યોના પર્ફોર્મન્સિસના આધારે તેમના મૂલ્યાંકનની સિસ્ટમ મારફત તેમની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને અમલમાં મૂકીને સમગ્ર દેશમાં બિઝનેસ કરવામાં સરળતા વધારવાનો છે.  

કૉમર્સ અને ઉદ્યોગ મંત્રાલયે આ વખતે રૅન્કિંગ સિસ્ટમમાં ફેરફાર કરીને ટૉપ અચીવર્સ, અચીવર્સ, ઍસ્પાયર્સ અને ઇમર્જિંગ બિઝનેસ ઇકો-સિસ્ટમ્સ જેવી જુદી-જુદી કૅટેગરીઝ અમલમાં મૂકી હતી.


ડીપીઆઇઆઇટી (ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ)ના સચિવ અનુરાગ જૈને જણાવ્યું હતું કે, ‘જુદાં-જુદાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેનો ફરક એટલો ઓછો છે કે તેમને રૅન્ક આપવાનો કોઈ અર્થ સરતો નથી. એટલા માટે તેમને જુદી-જુદી કૅટેગરીઝમાં મૂકવામાં આવ્યા છે.’

બિઝનેસ રિફૉર્મ ઍક્શન પ્લાન ૨૦૨૦માં માહિતી સુધીની પહોંચ, સિંગલ વિન્ડો સિસ્ટમ, લેબર અને જમીન વહીવટી તંત્ર જેવા ૧૫ બિઝનેસ રેગ્યુલેટરી બાબતોને કવર કરતા ૩૦૧ પૉઇન્ટ્સને સામેલ કરવામાં આવ્યા હતા.

સીતારમણે કહ્યું હતું કે ‘૧૯૯૧ના સુધારાથી આ સુધારા અલગ છે. મૂળ હેતુ એ જોવાનો છે કે સિસ્ટમ્સમાં સુધારા કરવા માટે શું કરવાની જરૂર છે અને આપણા બધાના જીવનને કેવી રીતે વધુ સારી રીતે બનાવી શકાય.’

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2022 10:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK