° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


જો કઠોર પગલાં લેવાયા તો નહીં આવે કોવિડ-19નો થર્ડ વેવ: સરકાર

07 May, 2021 06:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

"જો આપણે મક્કમ પગલા લઈએ તો કોરોનાના ત્રીજા વેવને દરેક સ્થળે નહીં આવે. આ એ વાત પર નિર્ભર રાખે છે કે સ્થાનિક સ્તરે આ ગાઇડલાઇન્સ, રાજ્યો, જિલ્લાઓ અને શહેરોમાં કેટલી પ્રભાવિત રીતે લાગૂ પાડવામાં આવે છે."

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારના શીર્ષ વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું કે જો જરૂરી પગલાં લેવામાં આવે તો ભારત કોરોના વાયરસના ત્રીજા વેવને માત દેવામાં સફળ થઈ શકે છે. ડૉ. કે વિજયરાઘવને કોરોના સંક્રમણના થર્ડ વેવની ચેતવણી આપવાના બે દિવસ પછી શુક્રવારે આ વાત કહી. તેમણે કહ્યું કે, "જો આપણે મક્કમ પગલા લઈએ તો કોરોનાના ત્રીજા વેવને દરેક સ્થળે નહીં આવે. આ એ વાત પર નિર્ભર રાખે છે કે સ્થાનિક સ્તરે આ ગાઇડલાઇન્સ, રાજ્યો, જિલ્લાઓ અને શહેરોમાં કેટલી પ્રભાવિત રીતે લાગૂ પાડવામાં આવે છે."

આ કોમેન્ટ તેમના બુધવારના નિવેદન કરતા જુદી છે જ્યારે તેમણે કહ્યું હતું, "વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યું છે, તેને જોતા કોરોનાની ત્રીજી લહેરને ટાળી નહીં શકાય પણ એ નહીં કહી શકાય કે આ લહેર ક્યારે આવશે." તેમણે કહ્યું હતું કે કોરોના કેસમાં હાલ વધારાનું કારણ ઇન્ડિયન ડબલ મ્યૂટેન્ટ માનવામાં આવે છે અને હવે યૂકે વેરિએન્ટની અસર ઓછી થઈ ચૂકી છે. તેમણે કહ્યું હતું કે આ સ્પષ્ટ નથી કે આ ફેસ 3 ક્યારે આવશે. પણ આપણે ત્રીજા વેવને લઈને સાવચેત રહેવાનું  છે. વેક્સીનને અપગ્રેડ કરવા પર નીરિક્ષણ રાખવાની જરૂર છે. "તેમણે કહ્યું કે અમે રાજ્ય સરકારને માહિતી આપીને જરૂરી પગલાં લેવા માટે કહ્યું છે. યૂકેના વેરિએન્ટની અસર હવે ઘટી રહી છે અને નવા વેરિએન્ટનો પ્રભાવ દેખાઇ રહ્યો છે."

કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હૉસ્પિટલમાં બેડ્સ અને ઑક્સીજનની અછત પણ થઈ રહી છે. ઑક્સીજનની અછતને કારણે કેટલાય દર્દીઓએ જીવ ગુમાવવો પડ્યો. મેડિકલ વિશેષજ્ઞોનું માનવું છે કે દેશમાં કોરોનાને કારણે વાસ્તવિક રૂપે થયેલા નિધનની સંખ્યા, ઑફિશિયલ આંકડાઓના 5થી 10 ગણા વધારે છે. કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને પગલા લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની ટીકા થઈ રહી છે. તહેવાર, ધાર્મિક ઉત્સવો અને રાજનૈતિક રેલીઓને સંક્રમણ ફેલાવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

ભારતમાં કોરોના વાયરસના કેસ દરરોજ વધતા રહે છે. કોરોનાને કારણે સ્થિતિ બેકાબૂ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના અત્યાર સુધી સર્વાધિક 4,14,188 નવા કેસ સામે આવ્યા છે. આની સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3,915 દર્દીઓના નિધન થયા છે.

07 May, 2021 06:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

ડૉક્ટરની પોણાત્રણ વર્ષની પુત્રી પર કોવૅક્સિનની ટ્રાયલ; ટ્વેલ્થની માર્ક્સ ગણતરીની યોજના ૧૦ દિવસમાં જાહેર કરો અને વધુ સમાચાર

25 June, 2021 01:37 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

આપણાં જ રમકડાં વાપરતા થઈ જાઓ : મોદીની હાકલ

રમકડાંની ૮૦ ટકા આયાત આપણા અબજો રૂપિયા બહાર તગેડી જાય છે : ‘ટૉયકોનોમી’ની રચના કરવા અનુરોધ

25 June, 2021 01:35 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના ઘરે ઈડીના દરોડા

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના નાગપુરમાં આવેલા ઘરમાં ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે.

25 June, 2021 01:40 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK