° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


ગુલામ નબી આઝાદે નવી પાર્ટીની જાહેરાત કરી, આપ્યું આ નામ

26 September, 2022 06:04 PM IST | Jammu
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુલામ નબી આઝાદે પોતાની નવી `ડેમોક્રેટિક આઝાદ પાર્ટી`ના ધ્વજનું અનાવરણ પણ કર્યું

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદે નવી પાર્ટીની જાહેરાત કરી છે. તેમની પાર્ટીનું નામ `ડેમોક્રેટિક આઝાદ પાર્ટી` છે. તેમણે જમ્મુમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને નામની જાહેરાત કરી હતી. આઝાદે ગયા મહિને કૉંગ્રેસ સાથેના તેમના પાંચ દાયકાથી વધુ જૂના સંબંધો તોડી નાખ્યા હતા. તેઓ ત્રણ દિવસની મુલાકાતે રવિવારે જમ્મુ આવ્યા છે.

ગુલામ નબી આઝાદે પોતાની નવી `ડેમોક્રેટિક આઝાદ પાર્ટી`ના ધ્વજનું અનાવરણ પણ કર્યું હતું. ધ્વજ ત્રણ રંગોનો બનેલો છે, જેમાં વાદળી, સફેદ અને પીળો રંગ છે. ધ્વજ વિશે આઝાદે કહ્યું, “સરસવો જેવો પીળો રંગ સર્જનાત્મકતા અને વિવિધતામાં એકતા દર્શાવે છે. સફેદ રંગ શાંતિ સૂચવે છે અને વાદળી રંગ સ્વતંત્રતા, ખુલ્લી જગ્યા, કલ્પના અને સમુદ્રની ઊંડાઈથી આકાશની ઊંચાઈ સુધીની મર્યાદા દર્શાવે છે.”

નામની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, “આઝાદનો મતલબ મારું નામ નથી. મતલબ કે આપણી પોતાની વિચારસરણી હશે અને કોઈનાથી પ્રભાવિત થશે નહીં અને આ પક્ષ સ્વતંત્ર રહેશે.”
સાથે જ તેમણે કહ્યું, “મારી પાર્ટીમાં આવનારા લોકો એવા હશે કે તેઓ અન્ય લોકો માટે પ્રેરણા બની શકે. એવા લોકો હશે જેઓ સેવાની ભાવના સાથે રાજકારણમાં આવશે, પૈસા કમાવવા આવનારા નહીં. આપણે ગાંધીજીને સામેથી જોયા નથી, તેમના ચિત્રો જ જોયા છે, પરંતુ તેમનું કાર્ય આપણને પ્રેરણા આપે છે. અમારી પાર્ટીમાં યુવાનો અને મહિલાઓને ઓછામાં ઓછી 50 ટકા ટિકિટ આપવાનો અમારો પ્રયાસ રહેશે. કોઈ વય મર્યાદા રહેશે નહીં. અમારી પ્રથમ પ્રાથમિકતા પક્ષની નોંધણી કરવાની છે, પરંતુ તે જ સમયે અમે અમારી પ્રવૃત્તિઓ ચાલુ રાખીશું. કારણ કે, ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે.”

26 September, 2022 06:04 PM IST | Jammu | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

બીજેપીની મતની ટકાવારી વધી છતાં પણ કેમ હારી?

૧૫ વર્ષ શાસન છતાં મત વધવો એક સારી વાત કહી શકાય

08 December, 2022 09:32 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

દિલ્હીને મળ્યો પહેલો ટ્રાન્સજેન્ડર કૉર્પોરેટર

‘આપ’ના બૉબી કિન્નરે દિલ્હીના સુલતાનપુરીના વૉર્ડમાંથી મેળવ્યો વિજય

08 December, 2022 09:18 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

દિલ્હી સુધરાઈ પર ફરી વળ્યું ઝાડુ

આમ આદમી પાર્ટીએ કુલ ૨૫૦ પૈકી ૧૩૪ બેઠકો જીતી ઃ ૧૦૪ બેઠકો જીતતાં બીજેપીના ૧૫ વર્ષના શાસનનો અંત આવ્યો: કૉન્ગ્રેસને મળી માત્ર ૯ બેઠક

08 December, 2022 09:11 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK