Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગૌતમ અદાણીનો વાર્ષિક પગાર ૯.૨૬ કરોડ, ટોચના બીજા એક્ઝિક્યુટિવો કરતાં ઘણો ઓછો

ગૌતમ અદાણીનો વાર્ષિક પગાર ૯.૨૬ કરોડ, ટોચના બીજા એક્ઝિક્યુટિવો કરતાં ઘણો ઓછો

24 June, 2024 08:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૌતમ અદાણીના નાના ભાઈ રાજેશને ૮.૩૭ કરોડ રૂપિયાનો પગાર મળે છે

ગૌતમ અદાણી

ગૌતમ અદાણી


ભારતના બીજા નંબરના ધનકુબેર અને અદાણી ગ્રુપના સર્વેસર્વા ગૌતમ અદાણીને ૨૦૨૪ની ૩૧ માર્ચે પૂરા થયેલા વર્ષ માટે ૯.૨૬ કરોડ રૂપિયાનો કુલ પગાર મળ્યો હતો. ઇન્ડસ્ટ્રીના ટોચના ચીફ એક્ઝિક્યુટિવ્ઝ અને તેમની કંપનીના બીજા સિનિયર અધિકારીઓ કરતાં આ પગાર ઘણો ઓછો છે.


૬૧ વર્ષના ગૌતમ અદાણીએ તેમની ૧૦માંથી માત્ર બે કંપનીમાંથી જ પગાર લીધો હતો એમ ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અદાણી ગ્રુપની ફ્લૅગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇ​ઝિસ લિમિટેડમાંથી તેમને ૨.૧૯ કરોડ રૂપિયાનો પગાર અને ભથ્થાં મળ્યાં હતાં. અન્ય લાભરૂપે ૨૭ લાખ રૂપિયા મળ્યા હતા. આમ તેમને આ કંપનીમાંથી કુલ ૨.૪૬ કરોડ રૂપિયા પગાર મળ્યો હતો જે આગલા નાણાકીય વર્ષ કરતાં ૩ ટકા વધારે હતો. આ સિવાય અદાણી પોર્ટ‍્સ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન લિમિટેડમાંથી ૬.૮ કરોડ રૂપિયાનો પગાર મળ્યો હતો. ટેલિકૉમ ક્ષેત્રના સુનીલ ભારતી મિત્તલને ૨૦૨૨-’૨૩માં ૧૬.૭ કરોડ, રાજીવ બજાજને ૫૩.૭ કરોડ, પવન મુંજાલને ૮૦ કરોડ અને લાર્સન ઍન્ડ ટુબ્રોના એસ. એન. સુબ્રમણ્યન અને ઇન્ફોસિસના સલિલ પારેખ કરતાં ગૌતમ અદાણી ઓછો પગાર મેળવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને વાર્ષિક ૧૫ કરોડનો પગાર મળે છે, પણ કોવિડ બાદ તેમણે પગાર લેવાનું બંધ કરી દીધું છે.



ગૌતમ અદાણીની નેટવર્થ ૧૦૬ અબજ ડૉલર (આશરે ૮,૮૫,૭૬૭ કરોડ રૂપિયા) છે. મુકેશ અંબાણી બાદ તેઓ એશિયાના બીજા નંબરના ધનકુબેર છે, જેમની સંપતિ ૧૧૧ અબજ ડૉલર (આશરે ૯,૨૭,૫૪૮ કરોડ રૂપિયા) છે. એક સમયે અદાણીની સંપ​ત્તિ ૧૫૦ અબજ ડૉલર (આશરે ૧૨,૫૩,૪૪૪ કરોડ રૂપિયા) સુધી પહોંચી હતી, પણ હિંડનબર્ગના રિપોર્ટ બાદ એમાં જોરદાર ઘટાડો થયો હતો. હાલમાં વિશ્વના ધનાઢ્ય લોકોની સૂચિમાં અંબાણી ૧૨મા અને અદાણી ૧૪મા ક્રમાંકે છે.


ગૌતમ અદાણીના નાના ભાઈ રાજેશને ૮.૩૭ કરોડ રૂપિયાનો પગાર મળે છે, જ્યારે ભત્રીજા પ્રણવ અદાણીને ૬.૪૬ કરોડ રૂપિયાનો પગાર મળે છે. ગૌતમ અદાણી અદાણી એન્ટરપ્રાઇઝિસમાંથી કોઈ કમિશન મેળવતા નથી, પણ અદાણી પોર્ટ‍્સ કંપનીમાંથી પાંચ કરોડનું કમિશન મેળવે છે. ગૌતમ અદાણીના પુત્ર કરણને અદાણી પોર્ટ‍્સમાંથી ૩.૯ કરોડ રૂપિયાનો પગાર મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2024 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK