Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અદાણીને મળી ઝેડ કૅટેગરીની સુરક્ષા

અદાણીને મળી ઝેડ કૅટેગરીની સુરક્ષા

11 August, 2022 08:38 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સુરક્ષાનો ખર્ચ પણ અદાણી જ ઉઠાવશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ભારત અને એશિયાના સૌથી વધુ શ્રીમંત ગૌતમ અદાણીને સરકારે ઝેડ કૅટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરોએ ઉદ્યોગપતિના જીવ પર જોખમને આપેલા રિપોર્ટના આધારે હૉમ મિનિસ્ટરીએ અદાણી ગ્રુપના ચૅરમૅનને આ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. મુકેશ અંબાણી બાદ ઝેડ સુરક્ષા મેળવનાર તેઓ બીજા ઉદ્યોગપતિ હશે. આ સુરક્ષાનો ખર્ચ પણ અદાણી જ ઉઠાવશે. હાલનાં વર્ષોમાં અદાણીની સંપત્તિમાં ભારે વધારો જોવા મળ્યો હતો. તેઓ અબજો ડૉલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોમાં ચોથા ક્રમાંક પર છે. ઝેડ કૅટેગરીની સુરક્ષામાં ૩૩ સુરક્ષા ગાર્ડ તેમની સુરક્ષા માટે તહેનાત રહેશે. 


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2022 08:38 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK