° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


પશ્ચિમ બંગાળની ફેક્ટરીમાં લીક થયો ગેસ, આસપાસ ફેલાતા બીમાર પડ્યા લોકો

21 November, 2022 08:16 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઘટનાસ્થળે તહેનાત કરાયું પોલીસ અને વહીવટીતંત્ર

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પશ્ચિમ બંગાળ (West Bengal)ના નરેન્દ્રપુર સ્થિત એક ફેક્ટરીમાં સોમવારે (21 નવેમ્બર) ગેસ લીક (Gas Leak) થયો હતો. ગેસ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જતાં, લોકોએ ગૂંગળામણ અનુભવી હતી. ગેસ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ત્રણ ફાયર એન્જિન સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે ફાયરમેનની તબિયત પણ લથડી છે, જેમને સારવાર આપવામાં આવી રહી છે.

વહીવટીતંત્ર સાયરન વગાડીને આસપાસના લોકોને સંકટની જાણકારી આપી રહ્યું છે. આ ગેસ લીકેજ ઠંડા પીણાના પ્લાન્ટમાં થયો છે. સાંજે 4 વાગ્યાની આસપાસ આ ગેસ લીક ​​થયો હતો. સ્થાનિક રહીશોનો દાવો છે કે ગેસ લીક થવાને કારણે કેટલાક લોકો બીમાર પણ પડ્યા છે.

ઘટનાસ્થળે તહેનાત પોલીસ અને વહીવટીતંત્ર

નરેન્દ્રપુર પોલીસ ઘટનાસ્થળે છે. આ સાથે ફેક્ટરી પાસે ઘણી એમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવી છે. સત્તાવાળાઓ ગેસ લીકને કાબૂમાં લેવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓછામાં ઓછા 4 થી 5 લોકો બીમાર પડ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમોનિયા સપ્લાય પાઈપમાં લીકેજ થવાને કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે.

ફેક્ટરીમાંથી કામદારોને બહાર કાઢવામાં આવ્યા

હાલમાં લીકેજની જગ્યા શોધીને વાલ્વ બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ કામદારોને ફેક્ટરીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને ફાયર ટેન્ડરો દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. એમોનિયા તે જીવલેણ બની શકે છે. એમોનિયા ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય ત્વચા અને આંખોને પણ આ ગેસથી નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો: Udaipur: એક જ પરિવારનાં 6 જણની મળી લાશ, મૃતકોમાં 4 બાળક, હત્યા કે સામૂહિક આપઘાત?

21 November, 2022 08:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

બદલો...અપહરણ... હત્યા... મા-બાપના મોતનો બદલો લેવા રચી પોતાના મોતની સાજિશ

માતા-પિતાનો બદલો લેવા પોતાના જેવી દેખાતી યુવતીનુ અપહરણ કરી મોતને ઘાટ ઉતારી યુવતીએ

02 December, 2022 07:55 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બેદરકારી કે દુર્ઘટના: ટ્રેનમાં યાત્રીના ગળામાંથી આર-પાર થયો લોંખડનો સળિયો

પ્રયાગરાજ નજીક દાનવર-સોમના નજીક નિલાંચલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેઠેલા મુસાફરના ગળામાં અચાનક લોખંડનો સળિયો ઘુસી ગયો હતો.

02 December, 2022 07:25 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયામાં અટકાયત

ગોલ્ડી બ્રાર છેલ્લા ઘણા સમયથી કેનેડામાં બેસીને અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યો છે

02 December, 2022 11:08 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK