Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Rajasthan:ગેંગસ્ટર રાજૂની ગોળી મારીને હત્યા,બિશ્નોઈ ગેન્ગના રોહિતે લીધી જવાબદારી

Rajasthan:ગેંગસ્ટર રાજૂની ગોળી મારીને હત્યા,બિશ્નોઈ ગેન્ગના રોહિતે લીધી જવાબદારી

03 December, 2022 04:13 PM IST | Rajasthan
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લૉરેન્સ બિશ્નોઈના (Lawrence Bishnoi) રોહિત ગોદારાએ (Rohit Godara) હત્યાકાંડની (Murder Case) જવાબદારી લીધી છે. રોહિત ગોદારાઓ લખ્યું કે તેને આનંદપાળ અને બલબીરની હત્યા કરીને બદલો લીધો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજસ્થાનના (Rajasthan) સીકરમાં ગેન્ગસ્ટર (Gangster) રાજૂ ઠેહટની (Raju Theth) ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ચાર-છ બદમાશોએ રાજૂ ઠેહટે તેના ઘરની નજીક જ ગોળી મારી દીધી. રાજૂ ઠેહટની આનંદપાળ ગેન્ગ અને બિશ્નોઈ ગેન્ગ વચ્ચે દ્વેષ ચાલતો હતો. લૉરેન્સ બિશ્નોઈના (Lawrence Bishnoi) રોહિત ગોદારાએ (Rohit Godara) હત્યાકાંડની (Murder Case) જવાબદારી લીધી છે. રોહિત ગોદારાઓ લખ્યું કે તેને આનંદપાળ અને બલબીરની હત્યા કરીને બદલો લીધો છે.

રાજૂ ઠેહટની હત્યાની સૂચના પર પોલીસના અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે આખા જિલ્લામાં નાકાબંધી કરી છે. રાજૂ ઠેહટને ત્રણ ગોળી વાગવાની સૂચના મળી છે. હરિયાણા અને ઝુંઝુનૂની સીમાઓને સીલ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગેંગસ્ટર રાજૂ ઠેહટ ક્રાઈમ જગત છોડીને રાજકારણમાં આવવાનો હતો



ફાઈરિંગમાં એક અન્ય પણ ઈજાગ્રસ્ત
સીકરના એસપી કુંવર રાષ્ટ્રદીપે કહ્યું કે રાજૂ ઠેહટની હત્યા કરી દેવામાં આવી છે. સીસીટીવીના આધારે હત્યાકાંડમાં ચાર યુવકોના સામેલ થવાની વાત સામે આવી છે. સીસીટીવીમાં દેખાય છે કે એક યુવક રાજૂ સાથે વાત પણ કરી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે બન્નેમાં ઓળખાણ હતી. કેસની તપાસમાં પોલીસ લાગી ગઈ છે. ફાઈરિંગમાં એક યુવક પણ ઇજાગ્રસ્ત થઈ ગયું છે. તો રોહિત ગોદારાના હત્યાકાંડની જવાબદારી લેવા પર એસપીએ કહ્યું કે આની તપાસ કરાવવામાં આવી રહી છે.


સીસીટીવીમાં શું દેખાયું?
રાજૂ ઠેહટ હત્યાકાંડના અનેક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે ઠેહતના ઘરની સામે એક ટ્રેક્ટર આવીને રોકાય છે. તો ચાર-પાંચ બદમાશ રાજૂ ઠેહટના ઘરની બહાર ઊભા છે. જેના પછી બદમાશ ઠેહટ પર ફાઈરિંગ કરે છે. પછી બદમાશ રાજૂ ઠેહટને ચેક કરે છે કે તે જીવે છે કે નહીં.

સીકર બંધ કરવાની જાહેરાત
રાજૂ ઠેહટની હત્યાથી આક્રોશિત વીર તેજા સેનાએ અનિશ્ચિતકાળ માટે સીકર બંધ કરવાની જાહેરાત કરી છે. આની સાથે જ તેમણે લાશ ઉઠાવવાની ના પાડી દીધી છે. તો જાટ સમાજના લોકો સીકરની દુકાનો બંધ કરાવી રહ્યા છે. તે બજારમાં ફરી-ફરીને દુકાનદારોને દુકાન બંધ રાખવા માટે કહી રહ્યા છે. વીર તેજા સેનાના સીકર બંધ કરાવવાને લઈને પોલીસ દળ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો. કલ્યાણ ચિકિત્સાલયની મોર્ચરીની બહાર વીર તેજા સેનાના કાર્યકર્તાઓનો જમાવડો લાગી ગયો છે. મોર્ચરીની બહાર ભીડ જોઈને પોલીસ દળ તૈનાત કરાવામાં આવ્યો છે.


આ પણ વાંચો : Mumbai Fire: મલાડમાં બહુમાળી રહેણાંક ઈમારતમાં ભભૂકી આગ, ઘટના પાછળનું કારણ અકબંધ

1995માં ક્રાઈમના વિશ્વમાં રાજૂ ઠેહટે એન્ટ્રી લીધી
રાજૂ ઠેહટનું નામ ક્રાઈમજગતમાં ગેન્ગસ્ટર આનંદપાલ સિંહ પહેલાથી ફેલાયેલું હતું. આનંદપાલ સિંહનું મોત બાદ રાજૂ ઠેહટની દબંગગીરી ઓછી થઈ નહીં. ક્રાઈમ જગતમાં ઠેહટે 1995ના સમયમાં એન્ટ્રી કરી હતી. તે સમય ભાજપની ભૈરોંસિંહ સરકાર હવામાં હતી અને રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હતું. સીકરનું એસકે કૉલેજ શેખાવટીનું રાજનૈતિક કેન્દ્ર હતું. કૉલેજમાં એબીવીપીનો દબદબો હતો. ગોપાલ ફોગાવટ દારૂના ધંધા સાથે જોડાયેલું હતું. જેના સંરક્ષણમાં રાજૂ ઠેહટ પણ દારૂનો ગેરકાયદેસર વેપાર કરવા માંડ્યો.

ગેરકાયદેસર વેપાર કરતો હતો ઠેહટ
ફોગાવટની સાથે કામ કરતો રાજૂ ઠેહટની મુલાકાત બલબીર બાનુડા સાથે થઈ. બાનુડા દૂધનો વેપાર કરતો હતો પણ રાજૂ ઠેહટ સાથે મુલાકાત બાદ બાનુડાને પૈસા કમાવવાની લત લાગી. તે પણ રાજૂ ઠેહટ સાથે મળીને દારુનો વેપાર કરવા માંડ્યો છે. વર્ષ 1998માં બલબીર બાનુડા અને રાજૂ ઠેહટને મળીને સીકરમાં ભેભારામ હત્યાકાંડને અંજામ આપી દીધો. અહીંથી શેખાવાટીમાં ગેન્ગવૉરની શરૂઆત થઈ। 1998થી લઈને 2004 સુધી બાનુડા અને રાજૂ ઠેહટે શેખાવટીમાં દારૂના ગેરકાયદેસર વેપાર રોકટોક વગર કરવા માંડ્યો. જો કોઈ આ ધંધામાં સામેલ તેમની જી હઝૂરી નથી કરતો તો બન્ને તે રસ્તામાંથી હટાવી દેતો.

આ પણ વાંચો : `શ્રદ્ધાના તો 35 ટુકડા જ થયા હતાં તારા તો હું 70 કરી નાખીશ`

બલબીર બાનુડા સાથે મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ
2004માં વસુંધરા રાજે પાસે રાજસ્થાનની ગાદી હતી. રાજસ્થાનમાં દારૂના કૉન્ટ્રાક્ટરોની લૉટરી કાઢવામાં આવી. જેમાં જીણ માતામાં શરાબની દુકાન રાજૂ ઠેહટ અને બલબીર બાનુડાને મળી. દુકાન શરૂ થઈ અને પછી તેના પર બલબીર બાનુડાના સાળો વિજયપાલ સેલ્સમેન તરીકે રહેવા લાગ્યો. દિવસમાં દારૂની માગનો હિસાબ સાંજે વિજયપાલ બાનુડા અને ઠેહટ બન્નેને આપતો હતો. દુકાનમાંથી જે પ્રકારની બચત રાજૂ ઈચ્છતો હતો, તે બચત તેને મળતી નહોતી. ઠેહટને લાગ્યું કે વિજયપાલ દુકાનની શરાબ વેચવાને બદલે બ્લેકમાં શરાબ વેચતો હતો. આ વાતને લઈને રાજૂ ઠેહટ અને વિજયપાલમાં બોલચાલ થઈ ગઈ અને એ હદ સુધી વધ્યું કે રાજૂએ પોતાના સાથીદારો સાથે મળીને વિજયપાલની હત્યા કરી દીધી.

વિજયપાલની હત્યા પછી રાજૂ ઠેહટ અને બલબીર બાનુડાની મિત્રતા હવે દુશ્મનીમાં ફેરવાઈ. ત્યાર બાદ આનંદપાલ અને બાનુડાએ રાજૂ ઠેહટના સંરક્ષકની હત્યા કરી દીધી. જેના પછી રાજૂ ઠેહટ પણ આનંદપાલ અને બલબીર બાનુડાનો કતલ કરવા તત્પર હતો. બન્ને ગેન્ગ એકબીજા પર હુમલો કરવા માંડ્યા. આનંદપાલ એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો. જેના પછી રાજૂ ઠેહટનું શેખાવટીમાં વર્ચસ્વ વધ્યું.

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2022 04:13 PM IST | Rajasthan | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK