ગંગા નદીના પાણીની ક્વૉલિટી પર નિરીક્ષણ રાખતા હરિદ્વારના પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડે આ પાણીની ક્વૉલિટી બી ગ્રેડની બતાવી છે.
લાઇફમસાલા
ગંગા ઘાટની ફાઇલ તસવીર
ગંગા નદીના પાણીની ક્વૉલિટી પર નિરીક્ષણ રાખતા હરિદ્વારના પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડે આ પાણીની ક્વૉલિટી બી ગ્રેડની બતાવી છે. એનો અર્થ એ થાય છે કે હરિદ્વારમાં ગંગા નદીનું પાણી આચમન કરવા કે પીવા લાયક નથી પણ એમાં સ્નાન કરી શકાય છે. પાંચ વર્ષથી દર મહિને આ પ્રમાણે ચેકિંગ કરવામાં આવે છે. પહેલાં તો ગંગા નદીનું પાણી સ્નાનને લાયક પણ નહોતું, જોકે હવે એ ક્વૉલિટી સુધરી છે. આ મુદ્દે પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડે જણાવ્યું હતું કે અહીં પાણી પીવામાં આવતાં સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થઈ શકે છે. નવેમ્બર મહિનામાં આઠ સ્થળેથી સૅમ્પલ લઈને એને ચકાસવામાં આવ્યાં હતાં. એમાં આ માહિતી બહાર આવી છે.