હવે ૨૬ મેના રોજ તેમની સજા પણ દલીલો કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર
હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર સંપત્તિના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દોષી ઠેરવ્યા છે. શનિવારે સુનાવણી દરમિયાન ઓમ પ્રકાશ ચૌટાલા કોર્ટરૂમાં હજાર રહ્યા હતા. હવે ૨૬ મેના રોજ તેમની સજા પણ દલીલો કરવામાં આવશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બંને પક્ષોની દલોળો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
તમને જણાવી દઈએ કે 26 માર્ચ 2010ના રોજ સીબીઆઈએ પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ઓપી ચૌટાલાએ 1993 અને 2006 વચ્ચે કથિત રીતે 6.09 કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે, જે તેમની કાયદેસરની આવક કરતા ઘણી વધારે છે. બીજી તરફ, ચૌટાલા પરિવાર હંમેશા આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવે છે.
EDએ રૂા. 3.68 કરોડની સંપત્તિ જપ્ત કરી
વર્ષ 2019માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાની 3 કરોડ 68 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ મિલકતોમાં ફ્લેટ, પ્લોટ અને ઓમપ્રકાશ ચૌટાલાની માલિકીની જમીનનો સમાવેશ છે. જપ્ત કરાયેલી મિલકતો નવી દિલ્હી અને હરિયાણાના પંચકુલા અને સિરસા જિલ્લામાં છે. આ કાર્યવાહી અપ્રમાણસર સંપત્તિના કેસમાં મની લોન્ડરિંગ હેઠળ નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં કરવામાં આવી હતી.
તિહારમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી
નોંધનીય છે કે પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલા જાન્યુઆરી 2013માં જેબીટી કૌભાંડમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. INLD સુપ્રીમોને ભ્રષ્ટાચાર નિવારણમાં સાત વર્ષની અને જો દોષી ઠર્યા તો ષડયંત્ર માટે 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ગયા વર્ષે જુલાઈમાં ઓપી ચૌટાલા સજા પૂરી કરીને દિલ્હીની તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા.