° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


7,000 કિમીનું અંતર કાપીને પાંચ રાફેલ યુદ્ધ વિમાન ફ્રાન્સથી ભારત આવશે

27 July, 2020 04:03 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

7,000 કિમીનું અંતર કાપીને પાંચ રાફેલ યુદ્ધ વિમાન ફ્રાન્સથી ભારત આવશે

રાફેલ ફાઈટર જેટ જ્યારે ફ્રાન્સથી રવાના થયાં ત્યારે ભારતીય રાજદૂત જાવેદ અશરફ પણ મેરિનેક એરબેઝ પર હાજર રહ્યા હતા (તસવીર સૌજન્ય: એએનઆઈ)

રાફેલ ફાઈટર જેટ જ્યારે ફ્રાન્સથી રવાના થયાં ત્યારે ભારતીય રાજદૂત જાવેદ અશરફ પણ મેરિનેક એરબેઝ પર હાજર રહ્યા હતા (તસવીર સૌજન્ય: એએનઆઈ)

ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો કરવા માટે આવી રહ્યાં છે રાફેલ યુદ્ધ વિમાન. ફ્રાન્સના મેરિનેક એરબેઝથી પાંચ રાફેલ ફાઈટર વિમાનનો પહેલો જથ્થો રવાના થઈ ચુક્યો છે. 7,000 કિલોમીટરનું અંતર કાપીને આ કાફલો બુધવારે ભારત પહોંચશે. આ રાફેલ હવામાં જ ફ્યુઅલ ભરશે. ફક્ત યુએઈમાં જ રોકાશે. આ મલ્ટી રોલ ફાઈટર જેટ્સ ભારતીય સેનામાં સામેલ થવાથી સેનાની શક્તિમાં ઘણો વધારો થશે.

રાફેલ ફાઈટર જેટ જ્યારે ફ્રાન્સથી રવાના થયાં ત્યારે ભારતીય રાજદૂત જાવેદ અશરફ પણ મેરિનેક એરબેઝ પર હાજર રહ્યા હતા. તેમણે પાયલટની મુલાકાત કરી હતી અને રાફેલ ઉડાવનારા પહેલા ભારતીય પાયલટ્સને શુભેચ્છાઓ પાઠવી હતી. પાંચ રાફેલ અંબાલામાં તહેનાત કરાશે. અહીંયા તહેનાત કરવાથી પશ્વિમ સરહદ પર પાકિસ્તાન વિરુદ્ધ ઝડપથી એક્શન લેવાશે. અંબાલા એરબેઝ ચીનની સરહદથી 200 કિમી દૂર છે. અંબાલામાં 17મી સ્ક્વાડ્રન ગોલ્ડન એરોજ રાફેલની પહેલી સ્ક્વાડ્રન હશે. મિરાજ 2000 જ્યારે ભારત આવ્યું હતું ત્યારે ઘણી જગ્યાએ રોકાયું હતું. પણ રાફેલ એક સ્પોટ પછી સીધું અંબાલા એરબેઝ પર ઉતરશે.

રાફેલ ડીએચ(ટૂ-સીટર) અને રાફેલ ઈએચ(સિંગલ સીટર), બન્ને ટ્વિન એન્જિન, ડેલ્ટા-વિંગ, સીમે સ્ટીલ્થ કેપેબિલિટીઝ સાથે ચોથી જનરેશનના ફાઈટર જેટ છે. આ જેટથી પરમાણુ હુમલો પણ કરી શકાય છે. રાફેલ ફાઈટર જેટને વધુ શક્તિશાળી બનાવાઈ રહ્યા છે. વાયુસેના તેને હેમર મિસાઈલથી સજ્જ કરાવી રહી છે. જેના માટે ઈમરજન્સી ઓર્ડર કરાયા હતા. વાયુસેનાની જરૂરને ધ્યાનમાં રાખીને ફ્રાન્સના અધિકારીઓએ કોઈ બીજા માટે તૈયાર કરાયેલા સ્ટોકમાંથી ભારતને હેમર આપવાનો નિર્ણય કર્યો હતો. હેમર(હાઈલી એજાઈલ મોડ્યૂલર મ્યૂનિશન એક્સટેન્ડેડ રેન્જ) મીડિયમ રેન્જ મિસાઈલ છે. જેને ફ્રાન્સની વાયુસેના અને નેવી માટે બનાવાઈ હતી. આ આકાશમાંથી જમીન પર પ્રહાર કરે છે. હેમર લદ્દાખ જેવા પહાડી વિસ્તારમાં પણ સૌથી મજબૂત શેલ્ટર અને બંકરોને નષ્ટ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીના કારણે રાફેલ વિમાનીની ડિલિવરી મોડી થઈ છે. ડિસેમ્બર 2021માં તેનો અંતિમ જથ્થો મળે તેવી આશા છે.

27 July, 2020 04:03 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

કોવૅક્સિન અને કોવિશીલ્ડ બંને રસી પાંચ જ મિનિટમાં અપાઈ

પટનામાં આ ગોટાળો : મહિલા ડૉક્ટરોની નિગરાની હેઠળ

20 June, 2021 10:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

રફાલ જેટ્સ ૨૦૨૨ સુધીમાં ઍરફોર્સમાં સામેલ થઈ જશે

કોરોના રોગચાળા સંબંધી કારણસર એકાદ-બે વિમાનોની ડિલિવરી સ‍હેજ મોડી પડી શકે અન્યથા એ ઇન્ડક્શન પ્લાન બરાબર પૂર્વયોજના અનુસાર પાર પડશે.

20 June, 2021 09:02 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કોરોના વાઇરસનાં ભારતમાં ૧૨૦થી વધુ મ્યુટેશન, ૮ સૌથી વધુ ખતરનાક

વેરિઅન્ટના શરૂઆતના રિપોર્ટનાં પરિણામ ખૂબ ચોંકાવનારાં છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ભારતમાં ડેલ્ટા સાથે કાપા વેરિઅન્ટ પણ છે.

20 June, 2021 08:07 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK