પાંચેય યુવાનો શરાબના નશામાં ત્યાં પહોંચ્યા હતા અને મહિલાના પતિને ઝાડ સાથે બાંધીને તેના પર વારાફરતી બળાત્કાર કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના રેવા જિલ્લામાં સોમવારે ગુઢ પોલીસ-સ્ટેશનના ભૈરવ બાબા વિસ્તારમાં નવપરિણીત મહિલા પર પાંચ બદમાશોએ ગૅન્ગ-રેપ કર્યો હતો. આ કપલ ફરવા ગયું હતું અને પાંચેય યુવાનો શરાબના નશામાં ત્યાં પહોંચ્યા હતા અને મહિલાના પતિને ઝાડ સાથે બાંધીને તેના પર વારાફરતી બળાત્કાર કર્યો હતો. મહિલા અને તેના પતિએ મદદ માટે બૂમો પાડી હતી, પણ કોઈ તેમને બચાવવા આવ્યું નહોતું. આરોપીઓએ બળાત્કારની ઘટનાનો વિડિયો પણ બનાવ્યો હતો અને કોઈને આ વાત નહીં કહેવાની ધમકી આપીને વિડિયો વાઇરલ કરવામાં આવશે એમ કહ્યું હતું. મંગળવારે આ દંપતીએ ફરિયાદ કરતાં બે આરોપી ઝડપાયા છે.