કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું

પંડિત શિવકુમાર શર્મા
સંતૂરને લોકપ્રિય શાસ્ત્રીય વાદ્ય બનાવનાર શિવકુમાર શર્માનું આજે 84ની ઉંમરે અવસાન થયું છે. તેમણે 1956માં શાંતારામની ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજેના એક દૃશ્ય માટે બેકગ્રાઉન્ડ મ્યુઝીકની રચના કરી હતી. વર્ષ 1960માં તેમનું પ્રથમ સોલો આલ્બમ રેકોર્ડ કર્યું હતું.
જમ્મુના શિવકુમાર શર્મા માત્ર પાંચ વર્ષના હતા ત્યારથી તેમના પિતાએ તેમને ગાયન અને તબલા શીખવવાનું શરૂ કર્યું હતું. શિવકુમારે તેર વર્ષની ઉંમરે સંતૂર શીખવાનું શરૂ કર્યું અને વર્ષ 1955માં મુંબઈમાં તેમનું પ્રથમ જાહેર પ્રદર્શન આપ્યું હતું.
કારવાંના ફાઉન્ડર ઇશાન શર્માએ તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે “હમણાં જ પંડિત શિવ કુમાર શર્માના આકસ્મિક અવસાનના આઘાતજનક સમાચાર મળ્યા, તારોના સુલતાન, જેણે સંતૂરને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત વાદ્ય બનાવ્યું. પંડિતજી, સંગીત માટે આભાર.”
Just got the shocking news of the unfortunate and sudden demise of Pandit Shiv Kumar Sharma, the sultan of strings, the maestro who made Santoor, an internationally recognized instrument. Panditji, thank you for the music. Rest in Peace. ? pic.twitter.com/yaAI2mFr8r
— Eshan Sharma (@iameshansharma_) May 10, 2022
નોંધનીય છે કે તેઓ છેલ્લા છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા. આજે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું.
શિવ-હરિના અડધા ભાગ તરીકે તેમણે સિલસિલા, લમ્હે અને ચાંદની જેવી ફિલ્મોની શ્રેણી માટે પં. હરિ પ્રસાદ ચૌરસિયા સાથે સંગીત આપ્યું હતું.