ઓછામાં ઓછા ત્રણ એક્ઝિટ પોલ્સમાં દિલ્હી કૉર્પોરેશન પર આપનો દબદબો જણાય છે

અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી : દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. હવે ગઈ કાલે આવેલા એક્ઝિટ પોલ્સનાં તારણો મુજબ જ રિઝલ્ટ આવશે તો આ કૉર્પોરેશન પર આમ આદમી પાર્ટીનો કબજો થઈ જશે. આ ચૂંટણીમાં કૉન્ગ્રેસની હાજરી છતાં મુખ્ય મુકાબલો બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે જ હતો. ઓછામાં ઓછા ત્રણ એક્ઝિટ પોલ્સમાં દિલ્હી કૉર્પોરેશન પર આપનો દબદબો જણાય છે.
આ પણ વાંચો : મિસિંગ છે અમારું ‘મતદાનકેન્દ્ર’
આજતક ઍક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને ૧૪૯-૧૭૧ અને બીજેપીને ૬૯-૯૧, ન્યુઝ એક્સ-જન કી બાતના એક્ઝ્ટિ પોલમાં આપને ૧૫૯-૧૭૫, જ્યારે બીજેપીને ૭૦--૯૨ બેઠકો, જ્યારે ટાઇમ્સ નાઉ ઈટીજીના એક્ઝિટ પોલમાં આપને ૧૪૬-૧૫૬, જ્યારે બીજેપીને ૮૪-૯૪ બેઠકો આપવામાં આવી છે.