° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


EDના અધિકારીઓએ મને પૂછ્યું મારી ઊર્જાનું રહસ્ય: રાહુલ ગાંધીનો દાવો

22 June, 2022 03:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ `નેશનલ હેરાલ્ડ` અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે પાંચમાં દિવસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની 11 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે EDના અધિકારીઓ જે તેમની પૂછપરછ કરી રહ્યા હતા તેમણે તેમને પૂછ્યું કે તે એક નાનકડા રૂમમાં આટલા લાંબા સમય સુધી કેવી રીતે થાક્યા નથી. કૉંગ્રેસ કાર્યાલયમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધતા રાહુલે કહ્યું કે “મને થોડા દિવસ પહેલા ED ઑફિસમાં બોલાવવામાં આવ્યો હતો. તે એક નાનકડો ઓરડો હતો, ટેબલ પર એક કોમ્પ્યુટર હતું અને ત્યાં 3 અધિકારીઓ હતા. હું ખુરશી પરથી ખસ્યો નહોતો, અધિકારીઓ આવતા-જતા હતા. રાત્રે સાડા દસ વાગ્યે અધિકારીએ મને કહ્યું કે અગિયાર કલાકમાં અમે થાકી ગયા પણ તમે થાક્યા નથી! શું રહસ્ય છે? મેં કહ્યું કે વિપશ્ય હવે આદત બની ગઈ છે.”

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે “પરંતુ સત્ય એ છે કે તે રૂમમાં રાહુલ ગાંધી એકલો ન હતો, કૉંગ્રેસના દરેક નેતા અને કાર્યકર્તા તે રૂમમાં બેઠા હતા. તમે એક નેતાને થકવી શકો છો, કરોડો કાર્યકરોને નહીં. જે કોઈ સરકાર વિરુદ્ધ બોલે છે, જે કોઈ લોકશાહી માટે લડે છે, તે રૂમમાં હાજર હતા.”

EDએ પૂછ્યું- આટલી ધીરજ કેવી રીતે?

તેમણે કહ્યું કે “છેલ્લા દિવસે EDના અધિકારીઓ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમારામાં આટલી ધીરજ કેવી રીતે આવી? તેમને તો જવાબ ન આપ્યો.” રાહુલે કહ્યું કે “હું 2004થી કૉંગ્રેસમાં કામ કરી રહ્યો છું, અમારાથી સારી ધીરજ કોની પાસે છે?”

ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ `નેશનલ હેરાલ્ડ` અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે પાંચમાં દિવસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની 11 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.

22 June, 2022 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Kaali Poster Controversy: TMC સાંસદ મહુઆ મોઇત્રાના નિવેદન બાદ FIR દાખલ

પાર્ટીના ટ્વિટર હેન્ડલને અનફોલો કર્યું

06 July, 2022 02:11 IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

પ્રજા પર ફરી મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં અધધ વધારો, જાણો વિગતો

ઘરેલું ગેસ સિલિન્ડર (Gas Cylinder Price) આજથી મોંઘા થઈ ગયા છે. ઘરેલુ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે.

06 July, 2022 01:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કુલ્લુની મણિકર્ણ ઘાટીમાં ફાટ્યું વાદળ, ઘરો અને કેમ્પિંગ સાઇટ્સને ભારે નુકસાન

માહિતી મળતાં જ વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે પોતાની ટીમને ઘટનાસ્થળે મોકલી છે

06 July, 2022 01:35 IST | Kullu | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK