Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યે નહીં દેખા તો કયા દેખા! મની હાઈસ્ટના સોન્ગનું આ ગુજરાતી વર્ઝન તમે સાંભળ્યું?

યે નહીં દેખા તો કયા દેખા! મની હાઈસ્ટના સોન્ગનું આ ગુજરાતી વર્ઝન તમે સાંભળ્યું?

21 September, 2021 10:13 PM IST | Navsari
Karan Negandhi | karan.negandhi@mid-day.com

બેલા ચાઓનું મ્યુઝિક અગાઉ મુંબઈ પોલીસના બેન્ડે પણ રજૂ કર્યું હતું

મની હિસ્ટ. ફોટો સૌજન્ય : PR

મની હિસ્ટ. ફોટો સૌજન્ય : PR


સોશિયલ મીડિયા પર અવાનવાર ચિત્ર-વિચિત્ર વીડિયો વાયરલ થતાં રહે છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મસ પર એક ગુજરાતી ડાયરાનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. હકીકતે સ્પેનિશ વેબ સિરીઝ મની હાઈસ્ટનું ગીત બેલા ચાઓ, સિરીઝના આગમન સાથે ફેન્સના હોઠે એવું ચઢી ગયું હતું કે ગુજરાતી ડાયરમાં પણ લોકોએ આ ગીતની ફરમાઇશ કરી હતી. હવે આ જ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તમે પણ કદાચ આ વીડિયો જોઈ જ લીધો હશે, જો ન જોયો હોય તો પહેલાં વીડિયો જુઓ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Patil Nik`s (@niks_music143)




હકીકતે આ વીડિયો ગણેશોત્સવ સમયનો છે. કલાકાર નિકુંજ પાટીલે નવસારીના એક કાર્યક્રમમાં આ ગીત એક છોકરાની ફરમાઇશ પર રજૂ કર્યું હતું અને ત્યાર બાદ બીજા કાર્યક્રમોમાં પણ તેમને આ ગીતની ફરમાઇશ મળી હતી. હવે તે જ વીડિયો હવે વાયરલ થયો છે.

આ વિશે વાત કરતા નિકુંજ ઉર્ફ નીક્સે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “ગણેશોત્સવ સમયે દરરોજ ડાયર થતાં હોય છે, તે સમયનો જ આ વીડિયો છે. આ અગાઉ પણ મેં અમુક કાર્યક્રમમાં આ ગીત રજૂ કર્યું હતું અને તે સ્થાનિક સ્તરે વાયરલ થયું હતું.” નિકુંજની માતૃભાષા તો મરાઠી છે, પરંતુ તેઓ છેલ્લા ચાર વર્ષથી ડાયરના કાર્યક્રમ કરે અને ગુજરાતી, મરાઠી અને હિન્દી ગીતો પણ સહજતાથી રજૂ કરે છે.


ઉલ્લેખનીય છે કે બેલા ચાઓનું મ્યુઝિક અગાઉ મુંબઈ પોલીસના બેન્ડે પણ રજૂ કર્યું હતું અને બચપણ કા પ્યાર ફેમ સહદેવે પણ આ ગીત સોશિયલ મીડિયા પર મૂક્યું હતું જે બંને જ લોકોને ખૂબ જ ગમ્યા હતા.

આ પણ વાંચો : જેમ્સ બોન્ડના થીમ સોંગ બાદ મુંબઈ પોલીસના બેન્ડે હવે વગાડ્યું મની હિસ્ટનું મ્યુઝિક, જુઓ ખાખી બેન્ડની કલાકારી

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2021 10:13 PM IST | Navsari | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK