° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


કૃષિ કાયદો પરત ખેંચવાની ઘોષણા છતાં ખેડૂતોના વિરોધ કાર્યક્રમ યથાવત્

22 November, 2021 11:04 AM IST | New Delhi | Agency

આજે લખનઉમાં મહાપંચાયત, શુક્રવારે મળનારી બેઠકમાં આંદોલનને આગળ વધારવાના મામલે નિર્ણય લેવાશે, બુધવારે કેન્દ્રિય કૅબિનેટ કાયદો પરત લેવાના પ્રસ્તાવને આપશે મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

લખનઉ (પી.ટી.આઇ.) : ખેડૂતોના મુખ્ય સંગઠન સંયુક્ત કિસાન મોરચા દ્વારા સોમવારે મહાપંચાયત ભરવાની જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાને કૃષિ કાયદા રદ કર્યાના થોડા દિવસ પછી આ જાહેરાત થઈ છે. જોકે આ કાર્યક્રમ સાત મહિના પહેલાંથી આયોજિત હતો. વડા પ્રધાને કૃષિ કાયદો પરત ખેંચવાની ઘોષણા બાદ બુધવારે કેન્દ્રીય કૅબિનેટમાં આ પ્રસ્તાવ લાવવામાં આવશે. કૅબિનેટની મંજૂરી બાદ ૨૯ તારીખથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં એને મંજૂરી માટે લાવવામાં આવશે. દરમ્યાન ૨૭ તારીખે ખેડૂત આગેવાનોની એક બેઠક મળશે, જેમાં નવી પરિસ્થિતિ મુજબ આંદોલનને આગળ વધારવાને લઈને નિર્ણય લેવાશે. દરમ્યાન મોટી સંખ્યામાં ખેડૂતો લખનઉના ઇકો ગાર્ડન નજીક ભેગા થઈ રહ્યાં છે. 
ખેડૂત આગેવાનોએ કહ્યું હતું કે ટેકાના ભાવ માટે નિયમ લાવવાની અને કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાને પદ પરથી દૂર કરવાની માગણી સાથે વિરોધ-પ્રદર્શન ચાલતું રહેશે. સંયુક્ત કિસાન મોરચાના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને મહાપંચાયત માટે ‘ચલો લખનઉ’નું આહવાન કર્યું હતું. ગઈ કાલે સંયુક્ત કિસાન મોરચાના આગેવાનોની મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમવારે લખનઉમાં મહાપંચાયત, શુક્રવારે સિંધુ બોર્ડર પર વિરોધ તથા ૨૯ તારીખના રોજ સંસદ ભવન સામે ટ્રેકટર રૅલીના કાર્યક્રમમાં કોઈ ફેરબદલ કરવામાં નહીં આવે. વળી મિનિમમ સપોર્ટ પ્રાઇસની માગણી પણ વડા પ્રધાન સમક્ષ મૂકવામાં આવશે.

22 November, 2021 11:04 AM IST | New Delhi | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ઓમિક્રોન વેરિયન્ટને પગલે સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર, કહ્યું...

કોરોનાના નવા પ્રકારને લઈને ગભરાટના એક દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

28 November, 2021 06:57 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લાદો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે નોવેલ કોરોના વાયરસ નવા સાવરૂપે ફાટી નીકળતાં અસરગ્રસ્ત દેશોમાંથી ભારતની ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી પ્રતિબંધિત મૂકવામાં આવવો જોઈએ.

28 November, 2021 06:21 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બેંગલુરુમાં કોરોના સંક્રમિત દક્ષિણઆફ્રિકાના બંને યુવકોમાં ડેલ્ટા વેરિયન્ટ મળ્યું

અધિકારીએ જણાવ્યું કે 1 થી 26 નવેમ્બરની વચ્ચે દક્ષિણ આફ્રિકાથી કુલ 94 લોકો ભારત આવ્યા છે અને તેમાંથી માત્ર બેમાં જ કોરોના વાયરસનો અગાઉનો પ્રકાર જોવા મળ્યો છે.

28 November, 2021 04:40 IST | Bangalore | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK