° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


દિલ્હી સરકારે ધોરણ 9 અને 11 ની પરીક્ષાઓ કરી રદ

10 June, 2021 05:44 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાને કારણે દિલ્હી સરકારે ધોરણ 9 અને 11 પરીક્ષાઓ રદ કરી છે. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને 22 જૂનના રોજ પરિણામ મળશે.

 કોન્સેપ્ટ ફોટો

કોન્સેપ્ટ ફોટો

કોરોનાના કહેરને કારણે દિલ્હી સરકારે ધોરણ 9 અને 11 વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. કોવિડ-19ના સંક્રમણને લીધે શિક્ષણ પર થયેલી અસરને ધ્યાને રાખી દિલ્હી સરકારે ધોરણ 9 અને 11 ની પરીક્ષાઓ રદ કરી છે. આ અંગે દિલ્હીના નાયબ  અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ માહિતી આપી છે.

શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી જણાવ્યું કે ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓનું પરિણામ મિડ ટર્મ એક્ઝામમાં મેળવેલા અંકોના આધાર જાહેર કરવામાં આવશે. પરીક્ષા સાથે સંબંધિત સત્તાવાર નોટિસ જલદી દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવશે. 

વધુમાં તેમણે કહ્યું કે આ ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ 22 જૂન,2021ના રોજ ઓનલાઈન એજ્યુકેશનલ વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પોતાનું પરિણામ મેળવી શકશે. નોંધનીય છે કે ધોરણ 9 અને 11ની પરીક્ષા જે 12 એપ્રિલે યોજાવાની હતી તેને કોરોનાની બીજી લહેરને ધ્યાને રાખી રદ કરી હતી. 

10 June, 2021 05:44 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Modi Cabinate Expansion: મોદી કૅબિનેટનો ભાગ બની શકે છે મહારાષ્ટ્રના આ બે નામ...

આવતા વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશના પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. છ રાજ્યોમાં ભાજપાની આગળ પોતાની સરકાર બચાવવાનો પડકાર છે. એવામાં કેન્દ્રીય નેતૃત્વ તેમની તૈયારીઓમાં પણ જોડાઇ ગયા છે.

15 June, 2021 11:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

અઢી મહિના બાદ દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 2726 લોકોના મોત

75 દિવસ બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાયા છે. જેકે કોરોનાને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા ચિંતાનો વિષય છે.

15 June, 2021 10:48 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

પી ચિદમ્બરે G7 માં વડાપ્રધાન મોદીના ભાષણ પર કર્યો કટાક્ષ, કહ્યું- મોદી સરકાર..

G7 સંમેલનમાં વડાપ્રધાને પોતાના ભાષણમાં લોકતંત્ર અને વૈચારિક સ્વતંત્રતા પર ભાર મુકવા કહ્યું હતું. જેને લઈ પી ચિદમ્બરમે ટ્વિટ કરી કટાક્ષ કર્યો છે.

14 June, 2021 06:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK