° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


Delhi Covid-19: દિલ્હી પોલીસ પર કોરોનાનો કૅર, PRO સહિત 1000 પોલીસ સંક્રમિત

10 January, 2022 06:29 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી પોલીસને પણ કોરોનાએ પોતાના સકંજામાં લેવાનું શરૂ કરી દીધું છે. પીઆરઓ અને એડિશનલ કમિશનર ચિન્મય બિસ્વાસ સહિત દિલ્હી પોલીસના એક હજાર કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દિલ્હીમાં કોરોના સંક્રમણની ઝડપે ગતિ પકડી લીધી છે. આની સાથે જ રાજધાનીમાં નવા વેરિએન્ટ ઑમિક્રૉનનો આંકડો પણ વધી રહ્યો છે. આ બધા વચ્ચે લોકોને કોવિડ- નિયમોનું પાલન કરાવવા માટે દિવસ રાત રસ્તા પર મુસ્તૈદ દિલ્હી પોલીસ પર પણ કોરોનાનો કેર વર્તાયો છે. જણાવવાનું કે દિલ્હી પોલીસના એક હજાર પીઆરઓ અને એડિશનલ કમિશનર સહિત અનેક પોલીસ કર્મચારીઓને કોરોનાએ પોતાના સકંજામાં લઈ લીધો છે.

દિલ્હી પોલીસના 1000 કર્મચારીઓ કોરોના સંક્રમિત
દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, જનસંપર્ક અધિકારી અને એડિશનલ કમિશનર ચિન્મય બિસ્વાલ સહિત દિલ્હી પોલીસ વિભાગના એક હજાર કર્મચારીઓ કોરોના પૉઝિટીવ આવ્યા છે. બધા કોરોના સંક્રમિત પોલીસ કર્મતારીઓ ક્વૉરન્ટીનમાં છે.

આજ ડીડીએમએની સમીક્ષા બેઠકમાં અનેક મુદ્દે થઈ ચર્ચા
તો જણાવવાનું કે દિલ્હીમાં કોરોનાથી ગંભીર થતી સ્થિતિને જોતા દિલ્હી આપત્તિ પ્રબંધન પ્રાધિકરણની સમીક્ષા બેઠક થઈ. જેમાં અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં રેસ્ટોરન્ટ અને ડાઇન-ઇન સર્વિસ બંધ કરવામાં આવી શકે છે, તો આ દરમિયાન ટેક અવે અને હોમ ડિલીવરની પરવાનગી મળી શકે છે. આની સાથે જ બેઠક દરમિયાન એ પણ ચર્ચા કરવામાં આવી કે જો આપાતકાલીન સ્થિતિ હોય તો રાજધાનીમાં ડૉક્ટર્સ, વિદ્યાર્થીઓ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને હેલ્થ કૅર વૉલિન્ટિયરથી લઈને ઑક્સિજન અને મેડિસનની શું તૈયારી છે. આટલું જ નહીં આખા એનસીઆરમાં વીકએન્ડ કર્ફ્યૂ લાગૂ પાડવા માટે પણ બેઠક દરમિયાન ચર્ચા થઈ.

રવિવારના દિલ્હીમાં આવ્યા 22 હજારથી વધારે કોરોના સંક્રમણના કેસ
નોંધનીય છે કે રવિવારે સાંજે દિલ્હી સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા રિપૉર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 22 હજાર 751 નવા કોરોના કેસ સામે આવ્યા હતા જેના પછી કોરોના સંક્રમિત થનારાઓની કુલ સંખ્યા 15 લાખ 49 હજાર 730 થઈ ગઈ છે. તો દિલ્હીમાં આ દરમિયાન કોરોના સંક્રમિત 17 દર્દીઓના જીવ ગયા. આની સાથે જ મરણાંક 25 હજાર 160 પર પહોંચ્યો છે.

10 January, 2022 06:29 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Padma Awards: 128 લોકોને મળશે પદ્મ પુરસ્કાર; બિપિન રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ

4 લોકોને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા છે.

25 January, 2022 08:57 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

SCએ ચૂંટણીમાં ફ્રીબીઝ અંગે ચિંતા વ્યક્ત કરી, કેન્દ્ર અને ECIને પાઠવી નોટિસ

ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે પણ કેન્દ્ર સરકાર પાસે આ અંગે કાયદો બનાવવાની માગ કરી છે.

25 January, 2022 06:47 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કૉંગ્રેસને મોટો ઝટકો: દિગ્ગજ નેતા આરપીએન સિંહ ભાજપમાં જોડાયા, ઉઠાવ્યા આ સવાલ

આ પ્રસંગે આરપીએન સિંહે પીએમ મોદી-સીએમ યોગીના વખાણ કર્યા હતા.

25 January, 2022 04:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK