Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતથી દિલ્હી પહોંચ્યા સફાઇકર્મચારી હર્ષ સોલંકી અને પરિવાર,CM સાથે કર્યું લન્ચ

ગુજરાતથી દિલ્હી પહોંચ્યા સફાઇકર્મચારી હર્ષ સોલંકી અને પરિવાર,CM સાથે કર્યું લન્ચ

26 September, 2022 06:03 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતના સફાઈ કર્મચારી હર્ષ સોલંકી પોતાના પરિવારના દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સાથે મુલાકાત કરવા તેના નિવાસસ્થાને પહોંચ્યા. ત્યાર દિલ્હી સીએમએ તેમના પરિવાર સાથે લન્ચ કર્યું.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ગુજરાતના સફાઇકર્મચારી હર્ષ સોલંકી (Harsh Solanki) પોતાના પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા. તે પોતાના પરિવાર સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના ઘરે ગયા અને સીએમ કેજરીવાલે તેમના આખા પરિવારને શૉલ પહેરાવીને સ્વાગત કર્યું. તો હર્ષ સોલંકીએ સીએમ કેજરીવાલને બાબા સાહેબની તસવીર ભેટમાં આપી. 

સીએમ કેજરીવાલે ગુજરાત (Gujarat)ના સફાઈ કર્મચારી હર્ષ સોલંકીના પરિવારની પોતાના ઘરે બપોરે મહેમાની કરી અને હર્ષના પરિવાર સાથે લન્ચ પણ કર્યું. આ દરમિયાન સીએમ કેજરીવાલ સિવાય આપ સાંસદ રાઘવ ચડ્ઢા (Raghav Chadha) અને ગુજરાત આપ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા (Gopal Italia) હાજર રહ્યા.



હર્ષના પરિવાર સાથે લન્ચ કર્યા પછી સીએમએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, "અમારા આખા પરિવારને ખૂબ જ સારું લાગ્યું હર્ષ સોલંકી, તેમનાં માતા અને તેમની બહેન મારા આમંત્રણ પર અમારા ઘરે આવ્યાં અને મારા આખા પરિવાર સાથે લન્ચ કર્યું. હું તેમના આખા પરિવારનો આભાર માનું છું કે તેઓ આટલા દૂર ગુજરાતથી અમારા ઘરે આવ્યા." તો સીએમએ આ મુલાકાતને લઈને સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું, "ગુજરાતથી આવેલા હર્ષ સોલંકીના પરિવારનો આદર સત્કાર મારા ઘરે કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અમારા બન્નેના પરિવારે સાથે બેસીને લન્ચ કર્યું. ઇશ્વર તેમના આખા પરિવારને સુખ-સમૃદ્ધિ આપે."



તો દિલ્હી પહોંચ્યા પછી હર્ષ સોલંકી પોતાના પરિવાર સાથે દિલ્હીની એક સરકારી સ્કૂલ અને એક હૉસ્પિટલમાં પણ ગયા. દિલ્હી પહોંચ્યા પછી મીડિયા સાથે વાત કરતા હર્ષ સોલંકીએ કહ્યું, "હું સીએમ અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું કે તેમણે મને પોતાના ઘરે જમવાનું નોતરું આપ્યું. આવું ક્યારેય વિચાર્યું પણ નહોતું, લાગે છે કે હું ખુલ્લી આંખે સપનું જોઈ રહ્યો છું. અમને આશા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના વાલ્મીકિ સમાજની સમસ્યાઓ દૂર કરશે."

આ પણ વાંચો : વડોદરામાં અરવિંદ કેજરીવાલ સામે ગૂંજ્યા `મોદી મોદી` ના નારા, જુઓ પછી શું થયું

સીએમ કેજરીવાલે હર્ષને જમવા માટે આપ્યું આમંત્રણ
જણાવવાનું કે કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન સફાઈ કર્મચારી હર્ષ સોલંકીએ રવિવારે અમદાવાદમાં પોતાના ઘેૉરે રાતે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન સીએમ કેજરીવાલે હર્ષને તેના પરિવાર સાથે પોતાના ઘરે જમવાનું નોતરું આપ્યું હતું. તેના પછી સીએમએ કહ્યું હતું કે ગુજરાતથી સોમવારે હર્ષ સોલંકી પોતાના પરિવાર સાથે મારા ઘરે જમવા આવશે. મારા આખા પરિવારને તેમનું સ્વાગત સત્કાર કરીને આનંદ થશે. હર્ષ, તમારા પરિવારનું સ્વાગત છે.

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2022 06:03 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK