° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


ચૅનલ્સ પરની ડિબેટ્સ વધુ પ્રદૂષણ ફેલાવે છે : સુપ્રીમ કોર્ટ

18 November, 2021 11:46 AM IST | New Delhi | Agency

દિલ્હીમાં હવાના પ્રદૂષણ પરની અરજીની સુનાવણી દરમ્યાન અદાલતે ટીવી ન્યુઝ ચૅનલ્સ પર થતી ડિબેટ્સ તેમ જ સાથે સરકારી અધિકારીઓની ઝાટકણી કાઢી હતી

ચૅનલ્સ પરની ડિબેટ્સ વધુ પ્રદૂષણ ફેલાવે છે : સુપ્રીમ કોર્ટ

ચૅનલ્સ પરની ડિબેટ્સ વધુ પ્રદૂષણ ફેલાવે છે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં હવાના પ્રદૂષણ બાબતે સુનાવણી દરમ્યાન અયોગ્ય કવરેજ બદલ ટીવી ન્યુઝ ચૅનલ્સ તેમ જ નિષ્ક્રિયતા બદલ સરકારી અધિકારીઓની ટીકા કરી હતી. બ્યુરોક્રસીની ઝાટકણી કાઢી ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે ‘એક જજ તરીકે આટલા સમયગાળામાં મેં જોયું છે કે બ્યુરોક્રસી નિષ્ક્રિય થઈ ગઈ છે. તેઓ કોઈ નિર્ણય લેવા ઇચ્છતા નથી. કેવી રીતે કારને રોકવી, વેહિકલને જપ્ત કરવું, કેવી રીતે આગને અટકાવવી એ બધું જ આ કોર્ટ દ્વારા કરાવવું પડે છે. બધું જ અમારે કરવું પડે છે. અધિકારીઓનું આવું વલણ છે.’
પર્યારણવીદ આદિત્ય દુબે અને કાયદાના સ્ટુડન્ટ અમન બંકા દ્વારા હવાના પ્રદૂષણ બાબતે દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનાવણી દરમ્યાન સુપ્રીમે આમ જણાવ્યું હતું. 
ન્યુઝ ચૅનલ્સની ટીકા
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણના કવરેજ બદલ ન્યુઝ ચૅનલ્સની આકરી ટીકા કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે બીજા કોઈ પણ સોર્સ કરતાં ટીવી ન્યુઝ ચૅનલ્સ પરની ડિબેટ્સ વધુ પ્રદૂષણ ફેલાવે છે. અદાલતમાં આપવામાં આવતાં સ્ટેટમેન્ટ્સને એના સંદર્ભને ધ્યાનમાં લીધા વિના લેવામાં આવે છે અને પૅનલમાં બેસેલા લગભગ દરેકનો પોતાનો એજન્ડા હોય છે. બેન્ચે જણાવ્યું હતું કે ‘તમે કોઈ ઇશ્યુનો ઉપયોગ કરવા ઇચ્છો છો, અમે ઓબ્ઝર્વ કરીએ એમ કરો છો અને એને વિવાદાસ્પદ બનાવો છે અને એ પછી માત્ર એકબીજા પર દોષારોપણ થાય છે. ટીવી પરની ડિબેટ્સ બીજા કશા કરતાં પણ વધારે પ્રદૂષણ ફેલાવે છે. તેઓ સમજતા નથી કે શું બની રહ્યું છે અને ઇશ્યુ શું છે. દરેકનો પોતાનો એજન્ડા હોય છે. અમે કન્ટ્રોલ ના કરી શકીએ. અમે સૉલ્યુશન શોધવા પર ફોકસ કરીએ છીએ.’

દિલ્હીમાં બહારનાં વેહિકલ્સને નો એન્ટ્રી

દિલ્હી સરકારે સ્કૂલ્સ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો, આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના બહારનાં વેહિકલ્સની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે ગઈ કાલે આ જાહેરાત કરી હતી. દિલ્હી સરકારના એમ્પ્લોઇઝ માટે રવિવાર સુધી વર્ક ફ્રોમ હોમ તેમ જ બાંધકામ અને ડિમોલિશન ઍક્ટિવિટીઝ પરના પ્રતિબંધને એક્સટેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને મજબૂત કરવા માટે એક હજાર પ્રાઇવેટ સીએનજી બસીસને પણ હાયર કરવામાં આવશે. 

હરિયાણાએ દિલ્હીની જેમ જ પ્રદૂષણ ઘટાડવા ઑડ-ઈવન નિયમ લાગુ કર્યો

દિલ્હી અને એની બાજુમાં આવેલા નૅશનલ કૅપિટલ રીજન (એનસીઆર)માં વાયુ પ્રદૂષણના વધી રહેલા પ્રમાણને ધ્યાનમાં રાખતાં હરિયાણા સરકારે આવતા અઠવાડિયાથી એના ચાર જિલ્લાઓ ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જરમાં ઑડ-ઈવનનો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ભિવાની, ચરખી, ફરીદાબાદ, ગુરુગ્રામ, ઝજ્જર, જીંદ, કરનાલ, નૂહ, મહેન્દ્રગઢ, સોનીપત, રોહતક, રેવાડી અને પલવલ સહિત કુલ ૧૪ જિલ્લાઓમાં કર્મચારીઓ માટે વર્ક ફ્રૉમ હોમનો વિકલ્પ ૨૨ નવેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.  
વર્ષ ૧૯૭૯ની બીજી ગેસોલીન કટોકટીના સમયે અમેરિકા દ્વારા લાગુ કરાયેલી રૅશનિંગ સિસ્ટમ પરથી પ્રેરિત થઈ ભારતમાં સૌપ્રથમ દિલ્હીની અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આપ પાર્ટી દ્વારા ઑડ-ઈવન ટ્રાફિક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. 

18 November, 2021 11:46 AM IST | New Delhi | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

લખનઉ: ટિકિટ ન મળવાથી નારાજ સપા નેતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

પોલીસે તેમને રીતે બચાવ્યા છે.

16 January, 2022 03:39 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Coronavirus: દેશમાં 24 કલાકમાં 2.71 લાખ નવા કેસ નોંધાયા, 314 મૃત્યુ

તે જ સમયે 24 કલાકમાં 1,38,331 દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં ચેપનો દર વધીને 16.28 ટકા થઈ ગયો છે.

16 January, 2022 02:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

મોલનુપિરાવીર કોરોના સામેની લડતમાં ખરેખર મૅજિક બુલેટ છે?

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ અને ડ્રગ્ઝ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાના અલગ-અલગ ઓપિનિયન્સના કારણે મેડિકલ જગત બે ભાગમાં વહેંચાયું

16 January, 2022 09:54 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK