ઓડિશાના સાત જિલ્લામાં રેડ અલર્ટ અને પાંચ જિલ્લામાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે
ગઈ કાલે પશ્ચિમ બંગાળના હાવડા સ્ટેશને ટ્રેનોનાં પૈડાંને પાટા સાથે બાંધવામાં આવ્યાં હતાં
ગઈ કાલથી ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતી અને ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. દાના નામના વાવાઝોડાની સૌથી વધારે અસર આોડિશામાં થવાની હોવાથી ગઈ કાલે દરિયાકિનારે રહેતા સાડાત્રણ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય પુરીના જગન્નાથ મંદિરમાં દર્શન કરવા ન આવવાનું શ્રદ્ધાળુઓને મંદિર અને પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે. ગઈ કાલથી જ સંખ્યાબંધ ટ્રેનો કૅન્સલ કરી દેવામાં આવી હતી તેમ જ ઓડિશામાં તો અમુક જગ્યાએ વાવાઝોડા વખતે પવનને લીધે ટ્રેન પાટા પરથી ખડી ન પડે એ માટે સાંકળથી એનાં પૈડાં બાંધી દેવામાં આવ્યાં હતાં. મોટી સંખ્યામાં લોકો રેલવે-સ્ટેશનો પર અટકી ગયા હતા.
ઓડિશાના સાત જિલ્લામાં રેડ અલર્ટ અને પાંચ જિલ્લામાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. રેડ અલર્ટનો અર્થ ઍક્શન લેવી અને ઑરેન્જ અલર્ટનો અર્થ ઍક્શન લેવા તૈયાર રહેવું થાય છે.