° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


કોરોના દર્દીઓને રિકવરીના 6 મહિના પછી જ મૂકાવવી જોઇએ વેક્સીન, સરકારી પેનલની ભલામણ

13 May, 2021 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ દરમિયાન કૉવાક્સિન તૈયાર કરનારી કંપની ભારત બાયોટૅકને 2થી 18 વર્ષની ઉંમરના લોકો માટે વેક્સીનના બીજા ક્લીનિકલ ટ્રાયલની પરવાનગી આપી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોરોના સંક્રમિત દર્દીઓને વેક્સીનનો ડૉઝ ક્યારે લેવો જોઇએ?  આ પ્રશ્ન ઘણીવાર વાયરસથી પીડિત લોકોના મનમાં ઊઠ્યો છે, જેને લઈને સરકારી પેનલે પોતાની ભલામણ કરી છે. સરકારી પેનલનું કહેવું છે કે કોરોના દર્દીઓને રિકવર થયાના 6 મહિના પછી જ વેક્સીનનો પહેલો ડૉઝ લેવો જોઇએ. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ સૂત્રોના હવાલે જણાવ્યું છે. આ દરમિયાન કૉવાક્સિન તૈયાર કરનારી કંપની ભારત બાયોટૅકને 2થી 18 વર્ષની ઉંમરના લોકો માટે વેક્સીનના બીજા ક્લીનિકલ ટ્રાયલની પરવાનગી આપી છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા તરફથી આ પરવાનગી આપવામાં આવી છે.

આ સિવાય પેનલે કોવિશીલ્ડની પહેલો અને બીજા ડૉઝ વચ્ચેના અંતરને પણ 12થી 16 અઠવાડિયા કરવાની ભલામણ કરી છે. આ પહેલા આ અંતર 6થી 8 અઠવાડિયા સુધી રાખવાની વાત કરી હતી. પેનલે આ ભલામણ એવા સમયમાં કરી છે, જ્યારે દેશમાં કોરોના વેક્સીનના સપ્લાયમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં આને કારણે 18થી 44 વર્ષ સુધીની ઉંમરના લોકોનું વેક્સીનેશન પ્રભાવિત થયું છે. આ પહેલા માર્ચમાં કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાની વેક્સીનનના પહેલા અને બીજા ડૉઝનું અંતર 28 દિવસોથી લંબાવીને 6થી 8 અઠવાડિયા કરવાની વાત કરી હતી.

કોરોના દર્દીઓને લઈને આ પહેલા એક્સપર્ટ્સે સલાહ આપી હતી કે તેમણે ઓછામાં ઓછા એક મહિના સુધી વેક્સીન ન લેવી જોઇએ. ભલે પેનલ તરફથી નવી ભલામણોને લઈને કંઇ કહેવામાં નથી આવ્યું, પણ આ વેક્સીનની અછતથી પણ કેટલાક લોકો જોડાઇને જોઇ શકે છે. મહારાષ્ટ્ર, દિલ્હી સહિત કેટલાય રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી વેક્સીનેશન પ્રભાવિત છે.

13 May, 2021 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ત્રીજી લહેર સામે આગોતરી વ્યવસ્થાઃ દેશમાં સુવિધાસભર 50 મોડ્યુલર હોસ્પિટલ બવશે

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર આગામી ત્રણ મહિનામાં દેશમાં ઓક્સિજન, ICU અને બેડની વ્યવસ્થા માટે 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવશે.

15 June, 2021 11:30 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Modi Cabinet Expansion: મોદી કૅબિનેટનો ભાગ બની શકે છે મહારાષ્ટ્રના આ બે નામ...

આવતા વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશના પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. છ રાજ્યોમાં ભાજપાની આગળ પોતાની સરકાર બચાવવાનો પડકાર છે. એવામાં કેન્દ્રીય નેતૃત્વ તેમની તૈયારીઓમાં પણ જોડાઇ ગયા છે.

15 June, 2021 11:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

અઢી મહિના બાદ દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 2726 લોકોના મોત

75 દિવસ બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાયા છે. જેકે કોરોનાને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા ચિંતાનો વિષય છે.

15 June, 2021 10:48 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK