° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


Coronavirus Updates: છેલ્લા ચોવીસ કલાકમાં ૩.૬૨ લાખ નવા કેસ, ૩.૫૨ લાખ લોકો સાજા થયા

13 May, 2021 02:55 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોરોના સંક્રમણના કેસ ફરી એકવાર વધ્યા

દિલ્હીમાં સ્વજનોના મૃતદેહને જોઈને રડતા પરિવારના સભ્યો (તસવીર સૌજન્યઃ એએફપી)

દિલ્હીમાં સ્વજનોના મૃતદેહને જોઈને રડતા પરિવારના સભ્યો (તસવીર સૌજન્યઃ એએફપી)

ભાતરમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર બેકાબૂ બની છે. છેલ્લા ચોવીસ કલાકમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા વધી છે. દેશના લગભગ ૫૪ ટકા એક્ટિવ કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છે. આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ છે.

ગુરુવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં ૩,૬૨,૭૨૭ નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેમજ ૪,૧૨૦ લોકોએ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. આ સિવાય ગત ચોવીસ કલાકમાં ૩,૫૨,૧૮૧ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૨,૩૭,૦૩,૬૬૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૯૭,૩૪,૮૨૩ લોકો કોરોનામાંથી સાજા થયા છે અને કુલ ૩,૫૨,૧૮૧ લોકોના મોત થયા છે. દેશમાં અત્યારે ૩૭,૧૦,૫૨૫ એક્ટિવ કેસ છે. તદઉપરાંત, દેશમાં અત્યાર સુધી કુલ ૧૭,૭૨,૧૪,૨૫૬ લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી છે.

રાજધાની દિલ્હીની વાત કરીએ તો, અહીં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે બુધવારે કોરોનાના ૧૩,૨૮૭ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૧૪,૦૭૧ લોકો સાજા થયા હતા અને ૩૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ દિલ્હીમાં અત્યારસુધીમાં ૧૩,૬૧,૯૮૬ લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી ૧૨,૫૮,૯૫૧ લોકો સાજા થયા છે અને કુલ ૨૦,૩૧૦ દર્દી મૃત્યુ પામ્યા છે. હાલ ૮૨,૭૨૫ એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે બુધવારે કોરોનાના ૪૬,૭૮૧ નવા કેસ નોંધાયા હતા. તેમજ ૫૮,૮૦૫ લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે અને ૮૧૬ લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૫૨,૨૬,૭૧૦ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમાંથી કુલ ૪૬,૦૦,૧૯૬ લાખ લોકો સાજા થયા છે અને કુલ ૭૮,૦૦૭ લોકોનાં મોત થયા છે. જ્યારે રાજ્યમાં અત્યારે ૫,૪૮,૫૦૭ એક્ટિવ કેસ છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે બુધવારે કોરોનાના ૧૧,૦૧૭ નવા કેસ નોંધાયા હતા. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં ૧૫,૨૬૪ લોકો સાજા થયા હતા અને ૧૦૨ લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં ૭,૧૪,૬૧૧ લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમાંથી કુલ ૫,૭૮,૩૯૭ લોકો સાજા થયા છે અને ૮,૭૩૧ દર્દીઓના મોત થયા છે. હાલ રાજ્યમાં ૧,૨૭,૪૮૩ એક્ટિવ કેસ છે.

13 May, 2021 02:55 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ત્રીજી લહેર સામે આગોતરી વ્યવસ્થાઃ દેશમાં સુવિધાસભર 50 મોડ્યુલર હોસ્પિટલ બવશે

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર આગામી ત્રણ મહિનામાં દેશમાં ઓક્સિજન, ICU અને બેડની વ્યવસ્થા માટે 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવશે.

15 June, 2021 11:30 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Modi Cabinet Expansion: મોદી કૅબિનેટનો ભાગ બની શકે છે મહારાષ્ટ્રના આ બે નામ...

આવતા વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશના પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. છ રાજ્યોમાં ભાજપાની આગળ પોતાની સરકાર બચાવવાનો પડકાર છે. એવામાં કેન્દ્રીય નેતૃત્વ તેમની તૈયારીઓમાં પણ જોડાઇ ગયા છે.

15 June, 2021 11:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

અઢી મહિના બાદ દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 2726 લોકોના મોત

75 દિવસ બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાયા છે. જેકે કોરોનાને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા ચિંતાનો વિષય છે.

15 June, 2021 10:48 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK