° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


Coronavirus: દેશની રાજધાનીમાં પરિસ્થિતિ વણસી, 21 હજારથી વધુ નવા કેસ નોંધાયા

11 January, 2022 08:51 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

દરમિયાન પોઝિટિવિટી રેટ 25.65 ટકા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દેશની રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરાનાના 21 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. મંગળવારે દિલ્હીમાં 24 કલાકમાં 21,259 નવા કોરોના કેસ નોંધાયા છે. દરમિયાન પોઝિટિવિટી રેટ 25.65% છે. 5 મે પછી આ સૌથી વધુ પોઝિટિવિટી રેટ છે. એટલું જ નહીં, છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓનાં મોત થયાં છે, જે 16 જૂન પછી સૌથી વધુ છે.

દેશની વાત કરીએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,68,063 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 35,875,790 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, જો આપણે સક્રિય દર્દીઓની વાત કરીએ, તો તેમની સંખ્યા 8 લાખને વટાવી ગઈ છે.

હાલમાં 821,446 સક્રિય દર્દીઓ છે, જેમની કોરોના સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં 69,959 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 34,570,131 લોકોએ કોરોના વાયરસને માત આપી છે.

11 January, 2022 08:51 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Padma Awards: 128 લોકોને મળશે પદ્મ પુરસ્કાર; બિપિન રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ

4 લોકોને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા છે.

25 January, 2022 08:57 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

SCએ ચૂંટણીમાં ફ્રીબીઝ અંગે ચિંતા વ્યક્ત કરી, કેન્દ્ર અને ECIને પાઠવી નોટિસ

ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે પણ કેન્દ્ર સરકાર પાસે આ અંગે કાયદો બનાવવાની માગ કરી છે.

25 January, 2022 06:47 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કૉંગ્રેસને મોટો ઝટકો: દિગ્ગજ નેતા આરપીએન સિંહ ભાજપમાં જોડાયા, ઉઠાવ્યા આ સવાલ

આ પ્રસંગે આરપીએન સિંહે પીએમ મોદી-સીએમ યોગીના વખાણ કર્યા હતા.

25 January, 2022 04:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK